વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ
HD ન્યુઝ ડેસ્કઃ કાલ સુધી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થવાનુ હતું પરંતુ અચાનક જ વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે, IMDના જણાવ્યાં અનુસાર હવે વાવાઝોડુ કચ્છ ઉપર ત્રાટકી શકે છે. આ સ્થિતીને જોતા પ્રશાશન એલર્ટ પર આવી ગયું છે. જો કે NDRFની ટીમો અગાઉ થી સ્ટેન્ડ બાય પર મુકવામાં આવી છે.
વાવાઝોડુ હવે ગુજરાતના કાંઠે ટકરાશેઃ અત્યાર સુધી લોકો અને પ્રશાશનને લાગતુ હતુ કે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાને માત્ર અસર કરશે પરંતુ આજે IMD દ્રારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેને સૌને ચિંતામાં મુકી દીધા છે. પાકિસ્તાન તરફ જવા વાળુ વાવાઝોડુ હવે ગુજરાતના કાંઠે ટકરાશે જેના કારણે ગુજરાતમાં 12 થી 15 જુન વચ્ચે ભારે થી અતીભારે વરસાદ આવવાની શક્યતાઓ છે.
ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ બિપોરજોય વાવાઝોડાને હિસાબે ગુજરાતના પોરબંદર, અમરેલી, સુરત , વલસાડ, નર્મદા, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે , આ સીવાયના જીલ્લાઓમા મધ્ય થી ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાત માટે આફત, વાવાઝોડાએ દિશા બદલતા હવે કચ્છમાં ત્રાટકશે