ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જાણો વરસાદની શું છે આગાહી
- આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો
- રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ
ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. જેમાં રાજ્યમાં ભારે પવન સાથે શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ તથા અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ છે.
આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. તથા આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તેમજ બોટાદ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો
કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.