Cyclone Biporjoy: ‘બિપોરજોય’ બાદ અંબાલાલની મોટી આગાહી, જાણો શું છે નવું અપડેટ


બિપરજોય વાવાઝોડુ કચ્છમાં જખૌ બંદરની નજીકમાં ત્રાટક્યા બાદ પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ વાવાઝોડાની અસર ગુજરાત પર રહેવાની સંભાવના સાથે લગભગ રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે આ વાવાઝોડા બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
ગુજરાતમાં વાવાઝોડાનો પ્રકોપ 18 જૂન સુધી રહેશે
બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યમા પવન સાથે વરસાદની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામા આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. અને દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.જેમાં અંબાલાલે 18 જૂન સુધી વાવાઝોડાનો પ્રકોપ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે તેમ જણાવ્યું છે. આગામી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ અંબાલાલે , આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : વાવાઝોડાની આફત વચ્ચે ગૂંજી કિલકારીઓ ! 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 680 બાળકોનો થયો જન્મ