બંદર પર કેમ લગાવવામાં આવે છે જુદા-જુદા નંબરોના સિગ્નલ? જાણો 1થી 11 નંબરના સિગ્નલનો અર્થ
HD એક્સપલેનેશન ડેસ્કઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , બિપોરજોય વાવાઝોડું ગુજરાતને ટકરાઈ શકે છે. આગામી કલાકોમાં આ વાવાઝોડું વધારે તીવ્ર બની શકે છે. વાવાઝોડાની સ્થિતીને જોતા દરીયાકિનારાના સ્થળોને એલર્ટ કરી દેવાયા છે. આ સાથે દરિયામાં 2 નબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે. વાવાઝોડાને કારણે રાજ્યના ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં લઈ હવામાન વિભાગ દ્વારા દરિયા પર એક પરટીક્યુલર નંબરનુ સિગ્નલ મારવામાં આવ્યુ છે. તો આ સિગ્નલનો અર્થ શું છે, આ સિગ્નલ કયારે મારવામાં આવે છે આ વિશે આજે આપણે આ લેખમાં જાણીશું.
1 નંબરનુ સિગ્નલઃ જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે, આ સંભવીત વાવાઝોડાની આગાહી કરે છે.
2 નંબરનુ સિગ્નલઃ જ્યારે કોઈ વાવાઝોડું સક્રિય હોય ત્યારે 2 નંબરનુ સિગ્નલ આપવામાં આવે છે. પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે આ સિગ્નલ લગાવાય છે.
3 નંબરનુ સિગ્નલઃ જ્યારે પવનની ઝડપ 13થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે આ પ્રકારનું સિગ્નલ લગાવાય છે. આ સ્થિતીમાં વરસાદ પડી શકે છે
4 નંબરનુ સિગ્નલઃ પવનની ગતી 21થી 29 કિલોમીટરની હોય અને હજુ સુધી કોઈ ભયની સ્થિતી દેખાતી ના હોય ત્યારે આ 4 નંબરનુ સિગ્નલ આપવામાં આવે છે
5 નંબરનુ સિગ્નલઃ જ્યારે સામાન્ય પ્રકારનુ વાવાઝોડાની સ્થિતી દેખાતી હોય અને પવનની ગતી 30થી 39 કિલોમીટરની હોય ત્યારે 5 નંબરનુ સિગ્નલ મારવામાં આવે છે.
6 નંબરનુ સિગ્નલઃ 6 નંબરનુ સિગ્નલ ત્યારે મારવામાં આવે છે જ્યારે પવનની ગતી 40 થી 49 કિલોમીટરની હોય આ સાથે આ સિગ્નલ દરિયાકાંઠે ભયની સ્થિતી બની છે તે દર્શાવે છે.
7 નંબરનુ સિગ્નલઃ પવનની ગતી જ્યારે 50 થી 61 હોય અને વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકયતા હો. ત્યારે 7 નંબરનુ સિગ્નલ મારવામાં આવે છે.
8 નંબરનુ સિગ્નલઃજ્યારે પવન તોફાની બનવાનો હોય અને પવનની ગતી 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે 8 નંબરનુ સિગ્નલ મારવામાં આવે છે.
9 નંબરનુ સિગ્નલઃતિવ્ર ગતી વાળુ વાવાઝોડુ જ્યારે દરિયા કાઠાંને ટકરાવાનુ હોય ત્યારે 9 નંબરનુ સિગ્નલ આપવામાં આવે છે. આ સ્થિતીમાં પવનની ગતી 75થી 88 કિમીની હોય છે.
10 નંબરનુ સિગ્નલઃ10 નંબરનુ સિગ્નલ વાવાઝોડુ વણસી રહ્યુ છે તેનુ સુચન કરે છે . આ સ્થિતીમાં પવન 89થી 102 કિલોમીટર સુધી ફુંકાઈ શકે છે.
11 નંબરનુ સિગ્નલઃતોફાન ચેતવણી કેન્દ્ર સાથેનો સંચાર તૂટી ગયો છે અને સ્થાનિક અધિકારીઓ માને છે કે વિનાશક ચક્રવાત આવી રહ્યું છે. પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધી ફુકાવા લાગે ત્યારે 11 નંબરનુ સિગન્લ લગાડી દેવામા આવે છે. આ વાવાઝોડાને કારણે જાનમાલને નુકશાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડું