ચક્રવાત ‘તેજ’ આગામી 6 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી
- માછીમારોને 26 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સલાહ
- ચક્રવાત ઉત્તર પૂર્વ દિશામાં 13 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું
- ઓડિશા સરકારે તોફાનથી લડવા સંપૂર્ણપણે સજ્જ
ભુવનેશ્વર: ઓડિશામાં આગામી 6 કલાકમાં ચક્રવાતી તોફાન ‘તેજ‘ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. તેમજ ઉત્તર પૂર્વ દિશામાં ચક્રવાત 13 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે. આજે સાંજ સુધી દરિયાની સ્થિતિ ચિંતાજનક બની શકે છે. આ અંગેની જાણકારી ઓડિશાના પ્રાદેશિક હવામાન કેન્દ્રના હવામાનશાસ્ત્રી ઉમાશંકર દાસે આપી હતી. તેમણે માછીમારોને 25 ઑક્ટોબર સુધી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, 23 ઑક્ટોબર સુધી પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને 23 ઑક્ટોબરથી 26 ઑક્ટોબર સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારાની સાથે અને ઉત્તર બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
#WATCH | Odisha: Senior Scientist of IMD Bhubaneswar Uma Shankar Das says, “Yesterday’s deep depression that has moved with a speed of 13 km/hour in the Northeast direction, it is very likely to intensify into a cyclonic storm in the next 6 hours…sea conditions will be rough to… pic.twitter.com/3l3k3xIYOj
— ANI (@ANI) October 23, 2023
IMDના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે, આ ડાંગરની કાપણીનો સમય છે અને તેથી લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે ડાંગરની કાપણી અને સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશાના આ વિસ્તારોમાં એલર્ટ જારી
IMDના ભુવનેશ્વર કેન્દ્રના જણાવ્યા અનુસાર 24 કલાક માટે દરિયાકાંઠાના જિલ્લાઓ, કેઓંઝાર, મયુરભંજ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગીરીમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. મત્સ્યોદ્યોગ અને પ્રાણી સંસાધન વિકાસ વિભાગે IMDની આગાહીને લઈને પારાદીપ અને અન્ય વિસ્તારોમાં માછીમારીના બંદરો પર માછીમારોને ચેતવણી જારી કરી છે. બીજી તરફ, સંભવિત ચક્રવાતના પગલે દુર્ગા પૂજાના આયોજકો હવામાનની આગાહીને લઈને ચિંતિત છે.
રાજ્ય સરકાર આપત્તિ સામે લડવા સજ્જ
ચક્રવાતી તોફાનને જોતા ઓડિશા સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરને કોઈપણ આપત્તિનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. સરકારે પ્રશાસનને ભારે વરસાદના કિસ્સામાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા પણ કહ્યું છે.
‘તેજ’ ત્રણ દિવસમાં બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો તરફ આગળ વધશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ચક્રવાત બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના કિનારા તરફ ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. અગાઉ, IMD એ ચેતવણી આપી હતી કે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન ‘તેજ’ અરબી સમુદ્ર પર આવી ગયું છે. જેના કારણે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. પશ્ચિમ મધ્ય અને નજીકના દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર તોફાન તેજ ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે.
આ પણ વાંચો: અરબી સમુદ્રમાં વાવાઝોડુ થયુ સક્રિય, ‘તેજ’ ગતિએ આગળ વધ્યું