ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચક્રવાત ‘મિધિલી’ નબળું પડ્યું, ઉત્તર-પૂર્વીય રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જારી

Text To Speech

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ‘મિધિલી’ ડીપ ડિપ્રેશનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં નબળું પડ્યું છે. ત્રિપુરા અને તેને અડીને આવેલા બાંગ્લાદેશના મેજડીકોર્ટથી લગભગ 50 કિમી ઉત્તર-પૂર્વ, અગરતલાના દક્ષિણ-પૂર્વમાં લગભગ 60 કિમી દૂર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તે 6 કલાકમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે અને દક્ષિણ આસામ અને અડીને આવેલા મિઝોરમ-ત્રિપુરા પર ડિપ્રેશન નબળું પડી શકે તેવી સંભાવના છે.

ચક્રવાત મિધિલી બાંગ્લાદેશના ભોલાથી લગભગ 80 કિમી ઉત્તર પૂર્વમાં, બાંગ્લાદેશના મેજડીકોર્ટથી 30 કિમી ઉત્તરમાં, અગરતલાથી 70 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને સિલચરથી 240 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે. IMD અનુસાર, તે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની અને 18 નવેમ્બરે એટલે કે આજે મોંગલા અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ચક્રવાત મિધિલીના કારણે મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ માટે IMDએ રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે અને લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.

તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો

તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો છે. તિરુનેલવેલી જિલ્લામાં નાલુમુક્કુ અને ઓથુમાં 10 સેમી, કન્નડિયન અનિકટમાં 9 સેમી, કક્કાચીમાં 8 સેમી અને માંજોલાઈમાં 7 સેમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં વરસાદ પડી શકે છે. તેમજ, 18 નવેમ્બરની સવારે પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.

IMDના જણાવ્યા અનુસાર, 18 નવેમ્બરે દક્ષિણી આસામ અને પૂર્વીય મેઘાલયાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 20 નવેમ્બર સુધી તમિલનાડુના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સાથે ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: ફરી આવી રહ્યું છે ચક્રવાતી તોફાન! આ રાજ્યોમાં થશે વરસાદ

Back to top button