ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુ અને આંધ્રમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ નબળું પડ્યું

Text To Speech

ચેન્નઈ, 06 ડિસેમ્બર: ચક્રવાત મિચોંગને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે આજે ચેન્નઈમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 80% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગઈકાલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ચેન્નઈમાં પૂર આવ્યા બાદ ચક્રવાત મિંચોંગ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

આગામી 6 કલાક સુધી વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ આગામી 6 કલાકમાં તે લો પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે. ચક્રવાત મિચોંગ મંગળવારે લેન્ડફોલ કરતાની સાથે જ, ચેન્નઈમાં અવિરત વરસાદ થયો, જ્યારે સોમવારથી તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ હતી. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મિચોંગને કારણે 194 ગામડાઓ અને બે શહેરોના લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. 25 ગામોમાં પૂર આવ્યું હતું. તમિલનાડુમાં વાવાઝોડાને કારણે રાજ્યમાં 2 દિવસમાં 3 મહિના જેટલો વરસાદ થયો છે. ચેન્નઈ શહેર પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે 17 લોકોના મૃત્યુ થયા છે. સીએમ એમકે સ્ટાલિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 5060 કરોડ રૂપિયાની રાહતની માંગ કરી છે.

આ પણ વાંચો: ચક્રવાત મિચોંગે દક્ષિણમાં મચાવી તબાહી, જાણો ઉત્તર ભારતમાં તેની કેવી થશે અસર?

Back to top button