આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. અને હજુ પણ વરસાદ ચાલુ જ છે. તો બીજી તરફ હજુ આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે ગુજરાત પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાના ત્રિપલ એટેકની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળી ખાડીમાંથી આ આફત આવશે. જેનાથી વાવોઝાડાના ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે. દેશ પર વાવાઝોડની અસરની શક્યતા સાથે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વારંવાર ચક્રવાત આવવાની આગાહી કરી છે. બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળી ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે. જે ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતમાં પરિણમશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું લો પ્રેશર સક્રિય થશે.
આ પણ વાંચો : જામનગર જિલ્લાના 20 સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલી કરતાં પોલીસવડા