ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Cyclone Fengalની અસર દેખાઈ, ભારે વરસાદની ચેતવણી; આ વિસ્તારોમાં સ્કૂલ બંધ

Text To Speech

બંગાળ, 28 નવેમ્બર 2024 : બંગાળની ખાડી ઉપર ઉંડા દબાણને કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તોફાનની ચેતવણી જારી કરી છે. આ Cyclone Fengalની અસર તમિલનાડુના કેટલાક ભાગોમાં દેખાઈ રહી છે, જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.

28મી નવેમ્બરે વાવાઝોડાની અસર
Cyclone Fengalને લઈને હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 28 અને 29 નવેમ્બરે શ્રીલંકાના દરિયાકાંઠાને ઘેરી લીધા બાદ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. જે સ્થળોએ ભારે વરસાદ થશે તેમાં ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ સહિત તમિલનાડુના શહેરોના નામ સામેલ છે.

આજે શાળાઓમાં રજા
બગડતા હવામાનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 28 નવેમ્બરે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, પુડુકોટ્ટાઈ, શિવગંગાઈ અને અરિયાલુરમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ રહેવાસીઓને એલર્ટ રહેવા અને અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બને ત્યાં સુધી ઘરમાં જ રહો અને જરૂર વગર ઘરની બહાર ન નીકળો.

વાવાઝોડાથી કયા વિસ્તારો પ્રભાવિત થશે?
તમિલનાડુમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તોફાનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ વાવાઝોડાની અસર પુડુચેરી, આંધ્રપ્રદેશ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં જોવા મળી રહી છે.

ચક્રવાતી તોફાનના કારણે દેશના ઘણા વિસ્તારોમાં થીજી જાય તેવી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જે રાજ્યોમાં તોફાનની અસર જોવા મળશે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે, જ્યાં તાપમાન ઝડપથી ઘટી શકે છે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી આજે સાંસદ તરીકેના શપથ લેશે, ગૃહમાં પ્રથમ વખત સાથે જોવા મળશે ગાંધી પરિવારના ત્રણ સભ્યો

Back to top button