- સવારે 4 વાગ્યા સુધીમાં ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
- ભુજમાં સવા 5 ઈંચ, મુન્દ્રામાં 4 ઈંચ વરસાદ આવ્યો
- ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાનીના અહેવાલ
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ત્રાટક્યુ છે. ત્યારે બિપોરજોયના પગલે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આવ્યો છે. સવારે 4 વાગ્યા સુધીમાં ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ભુજમાં સવા 5 ઈંચ, મુન્દ્રામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે થયુ આ મોટુ નુકસાન
જામજોધપુર, અંજારમાં સાડા 3 ઈંચ વરસાદ
ખંભાળિયા, જામજોધપુર, અંજારમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે વાવમાં 3, ભચાઉ અને માંડવીમાં અઢી ઈંચ વરસાદ આવ્યો છે. કલ્યાણપુર, દ્વારકા, કાલાવાડમાં 2-2 ઈંચ વરસાદ સાથે સવારે 4 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ આવ્યો છે. સમગ્ર કચ્છનો વિસ્તાર આજે બંધ કરાવાયો છે, દરિયાકિનારેથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે, રાત્રે 100 કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદ પણ જારી રહ્યો છે.
મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા
રાત્રિના 8 વાગ્યે વાવાઝોડુ જખૌથી આશરે 50 કિ.મી.ના અંતરે આવી પહોંચ્યું હતું અને અને રાત્રિના 11 આસપાસ લેન્ડફોલ થવાનું જણાવાયું છે. પણ સાંજથી તેની સમગ્ર જિલ્લામાં અતિ તીવ્ર અસર વર્તાઈ છે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું. જ્યારે દ્વારકાથી અહેવાલ મૂજબ આ પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે, શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા.
ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાનીના અહેવાલ
મકાનો, કારખાનાના શેડ, છાપરાં ઉડયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા 70-80 બાદમાં 1૦૦ કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે ત્યાં આજે કાંઠા ઉપરના ઘરોમાં, માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા છે, મામલતદાર કચેરી બહાર શેડ, ભડકેશ્વર મંદિરના પતરાં ધસી પડયા હતા અને ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાનીના અહેવાલ છે.