ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપોરજોય ચક્રવાત વરસાદ રોકશે ! આગામી ચાર અઠવાડિયા માટે નબળા ચોમાસાની આગાહી

Text To Speech

દેશના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. આકરા તડકાએ લોકોને હેેરાન કરી દીધા છે. દરમિયાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે ચોમાસા અંગે આગાહી કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર આગામી ચાર અઠવાડિયા સુધી સમગ્ર દેશમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. જેના કારણે ઓછો વરસાદ પડશે. એજન્સીએ ચક્રવાત બિપરજોયને વરસાદ રોકવાનું કારણ ગણાવ્યું છે.

નબળા ચોમાસાનું કારણ ચક્રવાત બિપોરજોય છે, જેના કારણે વરસાદમાં ઘટાડો થવાની આશંકા છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂન સુધીમાં ચોમાસું આવી જાય છે, પરંતુ આ વખતે પ્રવેશ સામાન્ય સમય કરતાં એક સપ્તાહ મોડો થયો છે. એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) એ આગામી ચાર અઠવાડિયા એટલે કે 6 જુલાઈ સુધી નબળા ચોમાસાની આગાહી કરી છે. હવામાન એજન્સીએ મોસમની શરૂઆતમાં ઓછા વરસાદની આગાહી કરી હતી.

ક્યાં છે ગરમીનો પ્રકોપ

સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં 15 જૂન સુધી વરસાદ પડે છે, પરંતુ હજુ પણ આ રાજ્યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે.

ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે તોફાનનું જોખમ વધારે 

સ્કાયમેટ વેધર અનુસાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. IMD અનુસાર થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. આ સાથે હળવા વરસાદની પણ શક્યતા છે. બીજી તરફ ચક્રવાતી તોફાનના કારણે ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાયો હતો.ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે દસ્તક દે તેવી શક્યતા છે.

Back to top button