ગુજરાત માટે ખતરો વધ્યો, બિપરજોયએ પોતાની દિશા બદલી


HD ન્યુઝ ડેસ્કઃ બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યું છે. હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.
હવામાન વિભાગ સતર્ક બન્યુંઃ મહત્વની વાત છે કે કાલ રાત સુધી વાવાઝોડું ઉતર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતુ પરંતુ હવે વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે હવે તે ઉતર પૂર્વીય તરફ આગળ વધી રહ્યું છે. આનો અર્થ એ છે કે પહેલા વાવાઝોડું પાકિસ્તાનથી ઈરાન તરફ આગળ વધી રહ્ચું હતું જે હવે જખૌ તરફ ફંટાયું છે. દિશા બદલવાને કારણે ગુજરાતમાં હવામાન વિભાગ સતર્ક બન્યું છે . સૌરાષ્ટ્ર- કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 11 થી 14 જુન વચ્ચે 80થી 100 કિમીની ઝડપે તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે.
લોકોનું સ્થળાંતર કરવામાં આવશેઃ જો પરીસ્થિતી વણસે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ માટે તંત્રએ અગાઊથી તૈયારીઓ શરુ કરી દીધી છે. અગમચેતી રૂપે ઘોઘા-હજીરાની રો-પેક્સ ફેરી સેવા 3 દિવસ બંધ કરી દેવાઇ છે. ગઈ કાલે રાત્રે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરીને પોતાનું હેડક્વાટર ના છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બિપરજોયની અસર: અલંગ દરિયાના ઘૂઘવાટા અને પવનોના સૂસવાટા શરૂ; 28 ગામો એલર્ટ પર