Cyclone Biparjoy Update : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત બિપરજોય આજે રાત સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. ત્યારે આ વાવાઝોડા પહેલા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાત માટે ખતરો વધી ગયો છે. ચક્રવાત આજે સાંજે જખૌ નજીકના દરિયાકાંઠે ટકરાશે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : બિપરજોય ચક્રવાત LIVE અપડેટ: લેન્ડફોલના સમયમાં થયો ફેરફાર, હવે રાત્રે આટલા કલાકે ગુજરાતના કાંઠે ટકરાશે વાવાઝોડું
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરી છે.જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની શક્યાતાઓ છે તેમજ પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાની અસર
મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે વાવાઝોડાના ખતરા વચ્ચે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદી માહોલ છવાયો છે.
આ પણ વાંચો : બિપરજોય : થોડા કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, જાણો વાવાઝોડાને લગતા આજના 10 મોટા સમાચાર