વાવાઝોડાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યું, આ વિસ્તારો ભયના ઓથાર હેઠળ
HD ન્યુઝ ડેસ્કઃ બિપરજોય વાાવાઝોડુ સતત દિશા બદલી રહ્યું છે, પહેલા આ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારેથી પસાર થવાનુ હતું પરંતુ વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે તે કચ્છના માંડવી ઉપર ત્રાટકશે. ગુજરાત ઉપર માત્ર વાવાઝોડાની અસર થવાની હતી એ વાવાઝોડુ હવે ગુજરાત માટે સૌથી વધુ ખતરો બન્યો છે.
દરિયા કાંઠે 4 નંબરનું સિગ્નલઃ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારનો દરિયો ગાંડો બન્યો છે. 12 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આજથી 16 જુન સુધી દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વની વાત છે કે પોરબંદર, જામનગર અને માંડવી સહિતના દરિયા કાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
NDRFની ટીમો સ્ટેન્ડ બાય: વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠામાં NDRFની ટીમો સ્ટેન્ડ બાય છે. પ્રશાશન પણ પુરી તૈયારી કરી રહ્યું છે. જ્યાં જ્યાં વાવાઝોડાની સ્થિતી બની છે તેવા તમામ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ