- બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં જખૌ પાસે ટકરાઈ ચૂક્યું છે
- ખાનાખરાબીમાંથી બચી જવા માટે એક કારણ એવું છે કે કચ્છમાં કુલ 100 જેટલા ડેમ
- 100 જેટલા ડેમોમાંથી કોઈ ડેમ દરવાજા વાળા નથી બનાવ્યા
બિપોરજોય વાવાઝોડુ જખૌ ખાતે ટકરાયું છતાં જળાશયોની ચિંતા નહિવત્ છે. જેમાં કચ્છમાં 100 ડેમ છે, પરંતુ દરવાજાવાળો એક જ ડેમ હોવાથી મોટી દુર્ઘટના થઇ નથી. ટપ્પર ડેમ એકને જ દરવાજા છે, અન્ય મોટા 20 ડેમમાં ઓવરફ્લો સિસ્ટમ છે. તથા સિંચાઈ વિભાગે આજદિન સુધી બનાવેલા 100 જેટલા ડેમોમાંથી કોઈ ડેમ દરવાજા વાળા બનાવ્યા નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ
બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં જખૌ પાસે ટકરાઈ ચૂક્યું છે. જેના લીધે અતિ ભારે પવન અને ભારે વરસાદ વરસ્યો છે. આમ છતાં કચ્છના જળાશયોની મોટી ખાનાખરાબી હજુ સુધી નોંધાઈ નથી. જળાશયોની મોટી ખાનાખરાબીમાંથી બચી જવા માટે એક કારણ એવું છે કે કચ્છમાં કુલ 100 જેટલા ડેમ છે. પરંતુ દરવાજા વાળો એક જ ડેમ છે. જેના લીધે હજુ સુધી દુર્ઘટનાથી બચી શકાયું છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે વાવાઝોડા, તોફાનના લીધે જો ભારે વરસાદ પડે તો જે-તે વિસ્તારના જળાશયોમાં પાણીની ભારે આવક થતી હોય છે. તેના લીધે જળાશયો ભરાઈ જવાથી પાણી છોડવું પડતું હોય છે અને તે પાણી નીચાણવાળા વિસ્તારોમાં તબાહી નોતરતું હોય છે. અથવા તો જળાશયો (ડેમ)ના દરવાજા સમયસર ખોલવામાં ન આવે તો ડેમ તૂટવા સહિતની અનેક ખાનાખરાબીની શક્યતાઓ રહે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેપારીઓના લગભગ રૂ.5,000 કરોડના વ્યવહારો અટકાવ્યા
પરંતુ કચ્છની ભૌગોલિક સ્થિતિને અનુરૂપ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગે આજદિન સુધી બનાવેલા 100 જેટલા ડેમોમાંથી કોઈ ડેમ દરવાજા વાળા નથી બનાવ્યા. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં મોટા ડેમ ર0 છે. જ્યારે અન્ય નાના ડેમ 80 છે. આ પૈકી દરવાજા હોય તેવો એકમાત્ર ટપ્પર ડેમ જ છે. બાકીના 99 ડેમ દરવાજા વગરના છે. જે હાલમાં બિપરજોય વાવાઝોડામાં અને ભારે વરસાદના સમયમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે. કચ્છમાં જ્યારે અતિ ભારે વરસાદ પડે અને આ ડેમો ભરાવા લાગે ત્યારે તેમાંથી પાણી છોડવાની સિંચાઈ વિભાગને ચિંતા નથી હોતી.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને કારણે દૈનિક રૂ.10 કરોડની આવક રેલવે તંત્રે ગુમાવી
કારણ કે જ્યારે ડેમ ભરાઈ જાય ત્યારે તેમાંથી પાણી છલકાઈને આપોઆપ બહાર જવા લાગે છે. જેના લીધે હેઠવાસની નદીઓ કે તેના પ્રવાહમાં એકસાથે પાણીનો મોટો પ્રવાહ આવતો નથી. જ્યારે દરવાજા ખોલવાથી હેઠવાસના ગામોમાં એકસાથે પાણીનો મોટો પ્રવાહ આવી જાય છે. જે વિનાશ નોતરી શકે છે. આમ, હાલ તો કચ્છ મોટી બીનામાંથી બચતું આવ્યું છે.