ગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોય વાવાઝોડુઃ પ્રાણીઓની મદદે વન વિભાગ, વેટરનરી ડોક્ટરો ખડેપગે

  • જુનાગઢ સહિત દરિયાકાંઠાના જંગલોમાં વન વિભાગ સ્ટેન્ડબાય
  • 21 કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા
  • ડીએફઓ, આરએફઓ સહિત પ૦૦ વનકર્મીઓની સતત વોચ
  • એમ્બ્યુલન્સ અને વેટરનરી ડોક્ટરોની ટીમ પણ તહેનાત

વિનાશક બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભયાનક અસર દેખાડવાની શરૂ કરી દીધી છે ત્યારે જૂનાગઢ સહિત દરિયાકાંઠાનાં જંગલોમાં વન વિભાગ જંગલનાં પ્રાણીઓની રક્ષા માટે સ્ટેન્ડબાય થયો છે. આ માટે વન વિભાગે ર૧ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કર્યા છે. બિપરજોય વાવાઝોડાની દહેશત સામે છે ત્યારે જૂનાગઢ વન વિભાગ પણ આ કામગીરીમાં સજ્જ બન્યો છે. બિપરજોય વાવાઝોડાને લઇ વન વિભાગની ટીમોને તહેનાત કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડુઃ પ્રાણીઓની મદદે આવ્યો વન વિભાગ, વેટરનરી ડોક્ટરો ખડેપગે hum dekhenge news

વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય અને કોઈ પણ પ્રકારે જાનહા‌નિ ન થાય તે માટે હાલ વન વિભાગ સજ્જ છે. વન વિભાગે હાલમાં બચાવકાર્ય અંગેની તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. એમ્બ્યુલન્સ અને વેટરનરી ડોક્ટરોની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. ડીએફઓ, આરએફઓ સહિત પ૦૦ જેટલા વનકર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

બિપરજોય વાવાઝોડુઃ પ્રાણીઓની મદદે આવ્યો વન વિભાગ, વેટરનરી ડોક્ટરો ખડેપગે hum dekhenge news

વનકર્મીઓ 24 કલાક તહેનાત

વનકર્મીઓને હાલ વન્ય પ્રાણીઓની રક્ષા માટે ખડેપગે રાખવામાં આવ્યા છે. આ વનકર્મીઓ હાલ સિંહ, દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેના કામકાજમાં લાગી ગયા છે. સાસણ અને જૂનાગઢનાં જંગલોમાં હાલ સિંહની ગતિવિધિ અને રહેઠાણ ઉપર વન વિભાગ સતત નજર રાખી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહના વસવાટ પર નજર રાખવા હાલ વન વિભાગ ખડેપગે છે. અમરેલી, જાફરાબાદ, માધવપુર સહિત અનેક જગ્યાએ હાલ વન્ય પ્રાણીઓનાં રહેઠાણ છે. આ દરેક જગ્યાએ હાલ વનકર્મીઓ વન્ય પ્રાણીઓની સંભાળ રાખી રહ્યા છે. સિંહના વસવાટવાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ વાહન, વેટરનરી ટીમ સાથે તેઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે

બિપરજોય વાવાઝોડુઃ પ્રાણીઓની મદદે આવ્યો વન વિભાગ, વેટરનરી ડોક્ટરો ખડેપગે hum dekhenge news

હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ

અમરેલી,ગીર-સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની ભયંકર અસરને અનુલક્ષીને કોસ્ટગાર્ડ દ્વારા દરિયા કિનારે ચાંપતો બંદોબસ્ત છે ત્યારે માછીમારો અને દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં લઇ કોસ્ટગાર્ડ દ્વારા સોમનાથ મંદિર, ભીડિયા, બંદર તથા વોક-વે સહિત સમગ્ર સોમનાથના દરિયાઈ વિસ્તારો આસપાસ તેમજ અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હેલિકોપ્ટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ બિપરજોય: રાજ્ય સરકારે એક સ્ટેપ આગળની જાહેરાત કરતા જણાવ્યું- શું કરવું ને શું ન કરવું?

Back to top button