ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાત માટે આફત, વાવાઝોડાએ દિશા બદલતા હવે કચ્છમાં ત્રાટકશે

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડાએ હાલ પોતાની દિશા બદલી છે, સુત્રોના જણાવ્યા અનુસાર હવે વાવાઝોડુ કચ્છ ઉપર ત્રાટકી શકે છે, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.

કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવનાઃ હવામાન વિભાગના બુલેટિનમાં હવે દેવભૂમિ દ્વારકાનું વાવાઝોડાનું ડિસ્ટન્સ ઉમેરાયું છે. તેમજ 15મી જૂને તે લગભગ 125 થી 150 કિમી પવનની ઝડપે તે ઉત્તર તરફ આગળ વધીને પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. જ્યારે દીવ દમણ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તીવ્ર વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

વાવાઝોડું વધારે તીવ્ર બન્યુંઃ અહીં મહત્વની વાત તો એ છે કે, અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

આ પણ વાંચોઃ વાવાઝોડાએ ભયાનક રુપ ધારણ કર્યું, હવે આ વિસ્તારોમાં પડશે વરસાદ

Back to top button