રાજસ્થાનમાં વરસાદે તોડ્યો 105 વર્ષનો રેકોર્ડ, બિપોરજોયના કારણે અનેક જિલ્લાઓ પાણી-પાણી
ચક્રવાત બિપોરજોયના કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજસ્થાનમાં પ્રથમ વખત ચોમાસા પહેલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયપુર IMDના નિર્દેશકના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં અજમેરમાં વરસાદનો 105 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. 17 જૂન, 1917ના રોજ, અજમેરમાં એક જ દિવસમાં કુલ 119.4 મીમી વરસાદ નોંધાયો હતો, જે જૂન મહિનામાં સૌથી વધુ હતો.
રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ બાદ સામે આવ્યા ભયાનક દ્રશ્યો! વીડિયો થયો વાયરલ#rajesthan #viralvideo #viralreels #HeavyRains #Biparjoyupdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/pdUPz5Iecs
— Hum Dekhenge News (@humdekhengenews) June 20, 2023
The massive floods after heavy rains in Sadri of Pali in #Rajasthan, #India #CycloneBiparjoyUpdate #Cyclone #Biparjoy pic.twitter.com/qfN44jOHip
— Amit Singh 🇮🇳 (@KR_AMIT007) June 19, 2023
IMDના ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે અજમેરમાં રવિવારે સવારે 8.30 વાગ્યાથી સોમવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં 131.8 મિમી વરસાદ પડ્યા બાદ આ રેકોર્ડ તૂટી ગયો હતો. ચક્રવાત બિપોરજોયને કારણે ચાર દિવસમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે, જેના કારણે બાડમેર, પાલી, રાજસમંદ, ભીલવાડા અને અજમેરમાં પૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાલીના મુથાણામાં 530 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ બુંદી, અજમેર, ભીલવાડાના અનેક ગામોમાં વીજળી નથી.
श्रीविरात्रा माताजी मंदिर चौहटन, बाड़मेर में दिखा बिपरजॉय तूफान का असर ।।#BiparjoyCyclone #Biparjoy #Barmer #राजस्थान #rajasthan #chohtan # pic.twitter.com/cE4ddNE0mg
— Jodhpur (@Jodhpur_suncity) June 18, 2023
હવામાન વિભાગે મંગળવાર માટે કોટા, બારન-સવાઈ મધેપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 17 જૂને શહેરમાં 91.3 મીમી વરસાદ નોંધાયા બાદ જોધપુરે પણ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. અગાઉનો રેકોર્ડ 28 જૂન, 2016 ના રોજ સેટ થયો હતો, જ્યારે લગભગ 74 મીમી વરસાદ પડ્યો હતો.
ચક્રવાતને કારણે રાજસ્થાનમાં 16 જૂનથી 19 જૂન દરમિયાન સરેરાશ 100 મીમી વરસાદ થયો હતો, જે ચોમાસાની મોસમ દરમિયાન સરેરાશ વરસાદના લગભગ 24 ટકા છે. રાજસ્થાનમાં ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સરેરાશ 415 મીમી વરસાદ પડે છે. જૂન મહિનાની શરૂઆતમાં સરેરાશ 50 મીમી વરસાદ નોંધાય છે.