ટોપ ન્યૂઝનેશનલ

અરબી સમુદ્રમાં વાવાઝોડુ થયુ સક્રિય, ‘તેજ’ ગતિએ આગળ વધ્યું

Text To Speech
  • આવતીકાલે વાવાઝોડુ વિકરાળ બને એવી શક્યતાઃ IMD
  • દરિયાકાંઠે 70-80 KMPHની ઝડપે ફૂંકાશે પવન
  • હાલ વાવાઝોડા ‘તેજ’ની દિશા યમન-ઓમાન તરફ

અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થયુ છે. જેમાં ‘તેજ’ ગતિએ આગળ વધ્યું છે. IMDએ જણાવ્યું છે કે આવતીકાલે વાવાઝોડુ વિકરાળ બને એવી શક્યતા છે. દરિયાકાંઠે 70-80 KMPHની ઝડપે પવન ફૂંકાશે. હાલ વાવાઝોડા ‘તેજ’ની દિશા યમન-ઓમાન તરફ છે. તેમજ તેજ વાવાઝોડુ 12 કલાકમાં પ્રબળ બની વધુ ગતિથી આગળ વધી શકે છે.

હાલ વાવાઝોડુ 24 KMPHની ઝડપે આગળ વધ્યું

હાલ વાવાઝોડુ 24 KMPHની ઝડપે આગળ વધ્યું છે. અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમ સતત મજબૂત બની છે અને તેણે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. હાલ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ સિસ્ટમ 24 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહી છે. ભારતમાં સામાન્ય રીતે દર ચોમાસામાં 4થી 5 વાવાઝોડા સર્જાય છે અને તેમાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સર્જાય છે. હાલની સ્થિતિ પ્રમાણે આ તેજ વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ ખતરો દેખાતો નથી કારણ કે તે ભારતના દરિયાકિનારાથી દૂર જઈ રહ્યું છે.

ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડુ તેજ નામે ઓળખાશે

ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડુ તેજ નામે ઓળખાશે, જે નામ ભારતે આપેલું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 12 કલાકમાં આ વાવાઝોડું હજી વધારે મજબૂત બનશે અને તે ભીષણ ચક્રવાતમાં ફેરવાશે. રવિવારની સાંજ સુધીમાં તે અતિ મજબૂત બનીને ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે અને તેના કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

Back to top button