અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજપથ ક્લબમાં સાઈક્લિંગ ઈવેન્ટ, ડૉક્ટર્સ ડે નિમિતે આયોજન


અમદાવાદના રાજપથ ક્લબમાં દર વખતની જેમ આ વખતે પણ ઈન્ટરેસ્ટિંગ ઈવેન્ટ યોજાઈ. સ્વિમિંગ એન્ડ યોગા બાદ રાજપથ ક્લબમાં સાઈક્લિંગ કોમ્પિટીશન યોજાઈ. ડૉક્ટર્સ ડેના દિવસે રાજપથ ક્લબમાં યોજાયેલી સાઈક્લિંગ ઈવેન્ટમાં ઉત્સાહભેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કોમ્પિટીશનમાં ડૉ. બંસી સાબૂ અને ડૉ. અનિશ ચંદારાણાનું એક્સીલેન્ટ પર્ફોન્સ રહ્યું હતું. તો આ ઈવેન્ટમાં હિરેન પટેલ, મેજર પાંડે, મિસ્ટર એન્ડ મિસિસ ડૉ. લેઉઆ, પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ અને પદ્મશ્રી સુધીર શાહે શ્રેષ્ઠ વક્તવ્ય આપ્યું હતું.



રાજપથ ક્લબ એન્ડ ડૉક્ટર્સ કોર્નર ટીમ દ્વારા સિમ્બાલિયન સાઈક્લિંગ કમ્યુનિટીને પણ આ ઈવેન્ટ માટે આમંત્રણ અપાયું હતું. અહીં આવેલા તમામ મહેમાનો, ક્લબના સભ્યો અને સ્પર્ધકોએ ઈવેન્ટની ખૂબ મજા માણી હતી.