અમદાવાદગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરી

સાયકલિંગ, પર્યાવરણ અને યોગ- ઉંમરનો કોઈ પડાવ નડ્યો નથી સંજીતા સિંઘ નેગીને

અમદાવાદ, 8 માર્ચ  2024: ૮ માર્ચ એટલે કે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ. આમ તો આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું પ્રદાન કરી રહી છે. તે ચંદ્રયાન મિશન હોય કે પછી કે પછી કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેંટ કે પછી ખેતી..
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ અવસરે વાંચો આ ખાસ મુલાકાત એક એવા પર્યાવરણવાદી અને સાયકલિસ્ટ જોડે કે જેમણે પોતાના પેશનને અનુસરવાની શરૂઆત છેક ૫૦ વર્ષની ઉંમરે કરી.

HD News ટીમ સાથે વાત કરતાં શ્રીમતી સંજીતા સિંઘ નેગી જણાવે છે કે તેઓ રાજસ્થાનના રાજપૂત પરિવારમાંથી આવે છે જ્યાં આજે પણ દીકરીઓના અભ્યાસ કરતાં વધારે ચિંતા દીકરીના બાપને તેના દહેજની હોય છે અને આજે પણ ત્યાં સ્ત્રીઓને ઘુંઘટ કાઢીને ફરવું પડે છે. તેઓ પોતાની જર્ની વિષે જણાવતા કહે છે કે ૬૦ના દશકમાં છોકરીઓનાં ભણતર પાર ખાસ ધ્યાન આપવામાં આવતું નહોતું પણ તેમના પરિવારે તેમને પ્રોત્સાહન આપ્યું અને તેઓ પોતાનું એજ્યુકેશન મેળવી શક્યા. એક રસપ્રદ કિસ્સો  શેર કરતાં સંજીતબેન કહે છે કે મારે આગળ ભણવું હતું પરંતુ મારા પિતાજીને મારા દહેજની ચિંતા હતી તો અમે બે જણાએ એક અગ્રીમેંટ કર્યું કે તમે મને ભણવો અને હૂં પ્રોમિસ કરું છું કે તમારે એક પણ રૂપિયો દહેજ પેટે નહીં આપવો પડે. પોતાના લગ્ન વિષે વાત કરતાં તેઓ જણાવે છે કે સદનસીબે મને એવો પરિવાર મળ્યો કે જય હૂં માત્ર પાંચ જોડી કપડાં લઈને ગઈ અને મારા સસરિયાઓએ ક્યારેય મને આ વાત વિષે કશું કહ્યું નથી. સાથે તેઓ એમ પણ જણાવે છે કે મને મારા કલ્ચર પ્રત્યે ખૂબ લગાવ છે, મને અમારો રાજસ્થાની પોષક ખૂબ પસંદ છે અને હૂં હમેશા એ ધ્યાન રાખું છું કે દરેક રીતે મારા વડીલોનું સન્માન જળવાઈ રહે.

ક્યાંથી મળી ઝીરો વેસ્ટની પ્રેરણા?

આ અંગે અમારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જ્યારે હૂં આણંદ રહેતી હતી ત્યારે વરસાદના પાણીના સંગ્રહનું કામ કરતી હતી આસપાસના ગામડાઓમાં જઈને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરતી હતી પરંતુ જ્યારે મારે મારા ફેમિલીના લીધે આણંદથી અમદાવાદ શિફ્ટ થવું પડ્યું ત્યારે અમદાવાદમાં ગામડાઓ ઘણા દૂર હોવાથી અને બે બાળકોની પણ જવાબદારી હોવાથી મારે એ કામને સાઈડમાં મૂકવું પડ્યું. પણ એક વાર મેં પિરાણા કચરાનો મોટો પર્વત જોયો.. નાના મોટા કચરાના ઢગલા તો આસપાસ જોયા હતા પણ આવડો મોટો કચરાનો પહાડ મે પહેલીવાર જોયો. એ જોઈને મને વિચાર આવ્યો કે આટલો બધો કચરો આવતો ક્યાંથી હશે?? આના માટે મે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સર્ચ કર્યું અને જાતે AMC ઓફીસ જઈને ઇન્ક્વાયરી કરી ત્યારે જાણવા મળ્યું કે આ ઢગલામાંનો ૮૦% જેટલો કચરો એ ગ્રીન વેસ્ટ એટલે કે આપનો રોજનો ફૂડ વેસ્ટ છે. ત્યારે મને થયું કે મારો પોતાનો ૪ લોકોનો પરિવાર છે એ હિસાબે લગભગ રોજ ૧૦૦-૨૦૦ ગ્રામ જેટલો પણ મારો વેસ્ટ ગણું તો પણ ઘણું કહેવાય અને ત્યારે મે નક્કી કર્યું કે આજ પછી મારા ઘર માંથી કોઈ પણ પ્રકારનો વેસ્ટ ઘરની બહાર જશે નહીં અને લગભગ ૩૦ વર્ષ પહેલા જ મે જાતે ઘરે કંપોસ્ટીંગ કરવાનું શરૂ કર્યું. આજે મારુ ઘર એ સંપૂર્ણ ૦ વેસ્ટ વાળું છે. હૂં દરેક કચરો કંપોસ્ટ કરું છું અને જે પ્લાસ્ટિકનો કચરો છે જેને રિસાયકલ ઘરે કરવો શક્ય નથી તે હૂં ભંગારમાં આપી દઉં છું. સંજીતા નેગીનું કહેવું છે કે ઘરે કંપોસ્ટીંગ કરવું એ ખૂબ જ સરળ અને સસ્તી પ્રક્રિયા છે તેમ તમારે રોજની માત્ર ૫ મિનિટ જ આપવી પડે છે. તમે તમારા રોજના કચરનું બે ભાગમાં વર્ગીકરણ કરી લો અને માર્કેટમાં ૩૦૦ થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં સરળતાથી કંપોસ્ટીંગ માટે માટીનું પાત્ર મળી જાય છે બસ તેમ રોજ તમારે તમારો ઘરમો કચરો નાખવાનો રહે છે અને તેમ ભેજને લીધે દુર્ગંધ ના આવે તે માટે તેમ સૂકા પાંદડા નાખી દો અને માટીનું પૉટ કાણાં વાળું હશે તો ભેજની સમસ્યા પણ નહીં થાય. આ પ્રોસેસ અંગે તેઓ વધુમાં જણાવે છે કે લગભગ એક મહિના જેટલો સામે લાગે છે તમામ કચરાને ખાતર બનતા પણ એકવાર બન્યા પછી તે ખાતરમાંથી સહેજ પણ દુર્ગંધ આવતી નથી અને તેનો ઘરમાં કે આસપાસના બગીચામાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ સમગ્ર ઈન્ટર્વ્યુનો વીડિયો જૂઓ અહીં – 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

સાયકલિંગનો શોખ કેવી રીતે લાગ્યો?

પોતાના સાયકલિંગના શોખ વિશે વાત કરતાં સંજીતા નેગી જણાવે છે કે હૂં રોજ સવારે મોર્નિંગ વોક માટે જતી ત્યારે સાયકલ સવારોને જોતી. એકવાર મે હિમત કરીને પૂછ્યું કે શું હૂં તમારી સાથે સાયકલ ચલાવવા આવી શકું ? તેમણે હા પાડી અને મને બીજે દિવસે સવારે 5 વાગે હાજર થવા કહ્યું. જો કે આ પહેલા હૂં ક્યારેય આટલી સવારે ઘરની બહાર ગઈ નહોતી અને ત્યારે મારી પાસે પ્રોફેશનલ તેમના જેવી સાયકલ પણ નહોતી પણ હૂં મારી દીકરીની સાયકલ લઈને ત્યાં પહોંચી અને અમે RTO સુધી સફર કરી બસ પછી તો હિમત ખૂલતી ગઈ અને મે સાયકલ વસાવી અને સાથે પ્રોપર સાયકલિસ્ટનો ડ્રેસ અને યુનિફોર્મ પણ. સાયકલિંગ માટે રેગ્યુલર ગયા પછી મને વિચાર આવ્યો કે મારે આને મારા જીરો વેસ્ટ વિચાર સાથે જોડીને એક ગ્રીન environmentની પહેલ કરવી જોઈએ, આથી મે સૌ પ્રથમ અમદાવાદના દાંડી આશ્રમથી દિલ્હી સુધી 1000 કિમીની સાયકલની સફર શરૂ કરી, મારી સાથે મારા એક મિત્ર પણ જોડાયા અમે રોજ સવારે 5 વાગે શરૂ કરતાં અને 11 વાગ્યા સુધી સાયકલ ચલાવતા આમાં અમે ગામેગામ ગયા ત્યાં શાળાઓ, કોલેજો અને સોયાસટીમાં પણ કેવી રીતે ઘરમાં કે ફ્લેટમાં પણ રહેતા હોય તો પણ કંપોસ્ટીંગ કરી શકાય તે વિશે અવેરનેસ ફેલાવતા ગયા. આ બાદ હમણાં જ મે ઓડિશાની 1300 કિમીની સાયકલ યાત્રા કરી અને તેમાં પણ આજ સંદેશ સાથે અમે આખું ઑડિશા ફર્યા. અમે નક્સલવાદી પ્રદેશમાંથી પણ પસાર થયા પણ આ બધા અનુભવ ઘણું બધુ શીખવી જાય છે.

શું પરિવાર આના માટે સપોર્ટ કરે છે ?

જ્યારે અમે પૂછ્યું કે તમે દિલ્હી કે પછી ઓડિશા જવા માટે ઘરે વાત કરી તો તમારા પરિવારનો શું પ્રતિભાવ હતો? આનો જવાબ આપતા હસી પડતાં તે કહે છે કે મારા પતિએ પણ પહેલા મને ના જ પાડી હતી. તેમનો પહેલો પ્રશ્ન એ જ હતો કે શું આ જરૂરી છે? પણ હૂં મક્કમ હતી એટલે મે તેમને મનાવી લીધા. આગળ તેઓ કહે છે કે એક સ્ત્રી માટે બેશક આ જોખમી હોય શકે પણ તમે કયા ગ્રુપ સાથે જાવ છો તે અંગે બરાબર માહિતી મેળવી લીધી હોય અને જ્યારે તમે એક ગ્રુપ સાથે જોડાયેલા હોવ ત્યારે તમારે સેફટીની ખાસ ચિંતા કરવાની રહેતી નથી. સાથે તેઓ એમ પણ જણાવે છે કે જ્યારે હૂં શરૂઆતના દિવસોમાં સાયકલિંગ કરવા જતી તો મારી બંને દીકરીઓને તેમની સ્કૂલ-કોલેજ માટે તૈયાર કરીને જતી. તેમનું માનવું છે કે જો તમે પરિવારની જરૂરિયાતને સાચવી લેશો તો પરિવાર પણ તમને તમારું પેશન ફોલો કરવામાં મદદ કરશે.

તેઓ જણાવે છે કે જ્યારે અમે સાયકલિંગ માટે જઈએ છીએ ત્યારે અમારે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમ કે અમે હેલમેટ અવશ્ય પહેરીએ છે અને હેલમેટ પર રેડિયમ પણ લગાવવામાં આવે છે કે જેથી અન્ય વાહનોને ધ્યાન રહે કે અમે સાયકલ સવાર છીએ.

૫૭ વર્ષે યોગમાં Ph.D:

સંજીતા નેગીએ હાલમાં જ યોગમાં Phd માટે એપ્લાઈ કર્યું છે. આ વિશે તેઓ જણાવે છે કે એક સાયકલ એક્સિડેન્ટમાં મારો ખભો ડીસલૉકેટ થઈ ગયો હતો અને ડોક્ટરે મને યોગ થેરાપી કરવા કહ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે હૂં ઘરે એક યોગ ટીચરને બોલાવીને કરી શકું પણ એના કરતાં જો હૂં જાતે જ યોગની તાલીમ લઉં તો? આ વિચાર સાથે મે ૪૫ દિવસનો યોગનો કોર્સ કર્યો અને મને તેમાં એટલી મજા આવી કે મે પછીથી યોગમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી અને કોરોનાના ગેપ બાદ હવે યોગમાં પીએચડી કરવા જઈ રહી છું.આજે પણ તેઓ રોજીંદી વ્યસ્તતા વચ્ચે રોજ ૬ કલાક ભણવા માટે સમય ફાળવે છે. યોગમાં માસ્ટર ડિગ્રી વખતે તેમણે સંસ્કૃત અને ભગવત ગીતાનું વાંચન શરૂ કર્યું અને ગીતા તેમના જીવનનો મોટો પ્રેરણા સ્ત્રોત બની. તેઓ જણાવે છે કે નાનપણમાં મારા દાદી ગીતાના પાઠ વાંચતાં પણ ક્યારેય મે ગીતાજી વિશે જાણકારી હતી પણ વાંચ્યા કે આ રીતે સમજ્યા નહોતા. આજે મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેના જીવનમાં ગીતાજીના પાઠને ઉતારવા જોઈએ જેથી દરેકને દરેક પરિસ્થિતિ સામે લડવાનું કે તેમાંથી બહાર નીકળવાની પ્રેરણા અને પીઠબળ મળી રહે. તેઓ વધુમાં જણાવે છે કે મારે ભવિષ્યમાં આગળ મારી આવનારી પેઢીને ગીતાજીનો સંદેશો જ આપવો છે ભલે હૂં બીજી કોઈ પ્રવૃતિ કરું કે ના કરું પણ હવે ભગવત ગીતા અને યોગ એ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે.

શું મેસેજ આપશો આજની મહિલાઓને ?

આજના દિવસે મારે મહિલાઓને એટલું જ કહેવું છે કે તમે તમારા રૂટ્સ, કલ્ચરને સાથે રાખીને જે પણ દિશામાં આગળ વધશો તો ચોક્કસથી તમને સપોર્ટ મળશે અને ખાસ મારે પુરુષોને કહેવું છે કે મહિલાને તમે તેના કામમાં સપોર્ટ કરો અને તેના કામની  સરાહના કરશો એટલું જ તેના માટે પૂરતું છે.

આ પણ વાંચોમહિલા સશક્તિકરણ આપબળે પણ થઈ શકે, પૂછો અનુષ્કા જયસ્વાલને

Back to top button