અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સાયબર ક્રાઈમે ટેલિગ્રામ ચેનલ દ્વારા કરોડોની છેતરપિંડી કરનાર બે ઠગને ઝડપ્યા

  • ટેલિગ્રામ એપ દ્વારા છેતરપીંડી કરતી ગેંગના બે સભ્યો ઝડપાયા
  • યુટ્યુબ અને ટેલિગ્રામ એપ પર આર્ય સમાજ વિશે વિવાદિત પોસ્ટ કરનાર આરોપી સુરતથી ઝડપાયો

અમદાવાદ :સાયબર ક્રાઇમ પોલીસે ટેલિગ્રામ એપના માધ્યમથી ઇન્વેસ્ટ કરવા અને રેટિંગ કરવાના બહાને છેતરપિંડી આચરનારી ટોળકીને ઝડપી લીધી છે. હાલના સમયમાં સાયબર ક્રાઈમની ધટનાઓ સતત વધી રહી છે. જેમાં ભોગ બનનાર કેટલાક લોકો તો ફરિયાદ કરવાનું પણ ટાળે છે. જેના કારણે આ સાયબર ગઠિયાઓની હિંમત વધે છે. આ ગઠિયાઓ હાલ ઓનલાઈન માધ્યમોથી લોકોને કરોડો રુપિયાનો ચૂનો લગાડી રહ્યા છે. આવી જ ઓનલાઇન છેતરપીંડી કરતી અને લોકોના રૂપિયા પડાવતી ટોળકીને અમદાવાદની સાયબર પોલીસે ઝડપી લીધી છે.

અમદાવાદના ઈસનપુર વિસ્તારના જયેશભાઈ સુરેશભાઈ વકીલ ટેલિગ્રામ એપના માધ્યમથી સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હતા. જયેશભાઈને સપ્ટેમ્બર 2023માં ટેલિગ્રામના માધ્યમથી મેક માય ટ્રીપમાં રેટિંગ કરવાના બહાને અલગ અલગ રકમ ટ્રાન્સફર કરાવીને આ ઠગ ટોળકીએ કરોડો રુપિયાનો ચૂનો લગાડ્યો હતો.

આ અંગે જયેશભાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઠગ ટોળકીએ તેમની પાસથી મેક માય ટ્રીપમાં જુદા જુદા ટાસ્ક કરવાનું કહીને કુલ બે કરોડ છેતાળીસ લાખ સોળ હજાર રુપિયા પડાવી લીધા હતા. પોલીસે ફરિયાદ બાદ આ ટોળકીના બે સાગરિતોને પકડી લીધા હતા. અત્યાર સુધી આ આરોપીઓએ કેટલા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા છે અને કેટલા રુપિયા પડાવ્યા છે તેની માહિતી મેળવવા માટે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવ્યા હતા.

આર્ય સમાજ વિશે વિવાદિત પોસ્ટ કરનાર સુરતથી ઝડપાયો

એક અન્ય આરોપીએ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર આર્ય સમાજ વિશે વિવાદિત પોસ્ટ અને વિડીયો વાયરલ કર્યા હતા. આ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી પકડી લીધો હતો. કોઇ પણ ઘટના કે માહિતી મિનિટોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ સોશિયલ મીડિયાના ઉપયોગથી શક્ય છે. પરંતુ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે. છેલ્લા કેટલાક સમયથી કોઈ ધર્મ કે સમાજ વિશે ટીપ્પણી કરવાની ધટનાઓ બની રહી છે. જેનાથી અરાજકતા ફેલાય છે. સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઇને આ પ્રકારની પોસ્ટ કે વિડીયો વાયરલ કરનાર ઉપર કાર્યવાહી કરવાની પોલીસને કડક સૂચના આપી છે.

 આ પણ વાંચો, બિહારના કેટલા લોકો સ્થળાંતરિત છે અને કેટલા લોકો વિદેશમાં છે ?

Back to top button