- બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડ એક્ટિવ કર્યા
- ગ્રાહકો પાસેથી ઓટીપી લઈ 155 ટ્રાન્જેક્શન કર્યા
- બેંકના અધિકારીઓએ આ મામલે સાઈબર સેલને જાણ કરી
અમદાવાદની DBS બેંકના 84 ગ્રાહકોના ખાતામાંથી સાઈબર ઠગે 31.25 લાખ સેરવી લીધા છે. જેમાં બેંકનો કર્મચારી બની ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવાના નામે ઠગાઈ કરી છે. ઠગે બેંકના ગ્રાહકો પાસેથી ઓટીપી લઈ 155 ટ્રાન્જેક્શન કર્યા છે. તથા બેંકના અધિકારીઓએ આ મામલે સાઈબર સેલને જાણ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત સાવધાન: હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે
બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડ એક્ટિવ કર્યા
DBS બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડ એક્ટિવ કરવાનું કહી સાઈબર ઠગે બેંકની જૂદી જૂદી બ્રાંચના 84 જેટલા ગ્રાહકોના ખાતામાંથી રૂ.31,25,447ની રકમ સેરવી લીધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ કાર્ડ એક્ટિવ કરવાનું કહી બેંકના 84 ક્રેડીટ કાર્ડ ધારકો પાસેથી ઓટીપી નંબર લઈને તેઓના ખાતામાંથી 155 ટ્રાન્ઝેકશન કરી લાખો રૂપિયાની રકમ ઓળવી લીધી હતી. બેંકના અધિકારીઓએ આ મામલે સાઈબર સેલને જાણ કરી હતી. સાઈબર સેલએ ડીબીએસ બેંકના પ્રહલાદનગર બ્રાંચના બ્રાંચ ઓપરેશન મેનેજરની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સિલ બોર્ડ બેઠક પણ બનશે પેપરલેસ
155 જેટલા ટ્રાન્ઝેકશન થકી આરોપીએ રૂ.31.25 લાખની મત્તાની રકમ સેરવી લીધી
ડીબીએસ બેંકની પ્રહલાદનગર બ્રાંચ સહિત જૂદી જૂદી બ્રાંચમાં ગ્રાહકો દ્વારા ફરિયાદ મળી હતી કે, તેઓેએ ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કરતા કાર્ડ તેઓને મળ્યા હતા. આ કાર્ડ ધરે આવ્યા બાદ તેઓ પર અજાણ્યા નંબરથી ફોન આવતો હતો. ફોન કરનાર પોતાની ઓળખ ડીબીએસ બેંકના કર્મચારી તરીકે આપતો અને કાર્ડ એક્ટિવ કરવા માટે ઓટીપી નંબર માંગતો હતો. આ ઓટીપી નંબર આપતા તેઓના કાર્ડના ખાતામાંથી રકમ ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. આ રીતે જાન્યુઆરી-2023 થી ઓગસ્ટ-2023ના સમયગાળા દરમિયાન બેંકના જૂદી જૂદી બ્રાંચના 84 ક્રેડિટ કાર્ડ ધારકોના ખાતામાંથી 155 જેટલા ટ્રાન્ઝેકશન થકી આરોપીએ રૂ.31.25 લાખની મત્તાની રકમ સેરવી લીધી હતી.