ટ્રેન્ડિંગનેશનલ

સાયબર ઠગોએ નોઈડાની નૈનિતા બેંકનું સર્વર હેક કરી 16.50 કરોડ રૂપિયાની કરી ચોરી

Text To Speech
  • યુપીના નોઈડામાં નૈનિતાલ બેંકની શાખામાંથી સાયબર ઠગ્સે 16.50 કરોડ રૂપિયાની ચોરી કરી છે. હેક થયેલા સર્વરનો ઉપયોગ બેંક મેનેજરના લોગિન આઈડી અને પાસવર્ડ પર નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવ્યો હતો

નોઈડા, 16 જુલાઈ: યુપીના નોઈડામાં આવેલી નૈનીતાલ બેંકની શાખામાંથી એક મોટો સાયબર ક્રાઈમ કેસ પ્રકાશમાં આવ્યો છે. સાયબર ઠગોએ અહીંથી 16.50 કરોડ રૂપિયાની લૂંટ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 16.50 કરોડ રૂપિયા કથિત રીતે સાયબર લૂંટ દ્વારા અજાણ્યા છેતરપિંડી કરનારાઓના વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

અજાણ્યા લોકોએ કર્યું સર્વર હેક

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) વિવેક રંજન રાયે જણાવ્યું કે પોલીસે જૂનમાં પાંચ દિવસના સમયગાળામાં બનેલા ગુનાની તપાસ શરૂ કરી દીધી છે. રાયે કહ્યું, ‘સેક્ટર 62 સ્થિત નૈનીતાલ બેંક શાખાના IT મેનેજરે અહીંના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કેટલાક અજાણ્યા લોકોએ 16 અને 20 જૂનની વચ્ચે બેંકના સર્વરને હેક કર્યું હતું.’

હેક થયેલ સર્વરનો કર્યો ઉપયોગ

અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ગુનાના ગુનેગારોએ બેંક મેનેજરના લોગિન આઈડી અને પાસવર્ડ પર નિયંત્રણ મેળવવા માટે હેક કરેલા સર્વરનો ઉપયોગ કર્યો હતો.” આમ કરીને બેંકમાંથી વિવિધ ખાતાઓમાં 16.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

સર્વર હેક કરી અલગ- અલગ 89 ખાતાઓમાં રકમ મોકલી

તેમણે કહ્યું કે આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે આ રકમ અલગ-અલગ 89 ખાતાઓમાં મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: આતંકવવાદીઓએ જમ્મુ-કાશ્મીર સિવાય આ રાજ્યની સરહદેથી શરુ કરી ઘૂસણખોરી

Back to top button