અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયબર સેફ પ્રોગ્રામનું આયોજન કરાયું; શહેર DEO તથા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

અમદાવાદ 24 જુલાઈ 2024 :  અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલા ટાગોર હોલ ખાતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક તેમજ શહેર પોલીસ તેમજ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયબર સેફ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. અને પોલીસ પણ આ અંગે કઈ રીતે કાર્ય કરી રહી છે જે અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી.

“સાયબર સેફ” પ્રોગ્રામનું આયોજન

અમદાવાદ સહિત રાજ્યભરમાં જ્યારથી ટેકનોલોજીનો આધુનિક યુગ આવ્યો છે. ટેકનોલોજી એ રાજ્ય સહિત સમગ્ર દેશ વિદેશમાં ખૂબ વિકાસ કર્યો છે આજે મોટાભાગના કામો ડિજિટલમાં ફેરવાઈ ગયા છે. ઇન્ટરનેટ આજના યુવાનોની પહેલી પસંદ બન્યું છે પૈસાની લેતી દેતી પણ આજે 90% થી વધારે ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. ત્યારે આવા સમયમાં સાઇબર ક્રાઇમમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે જાણ વગર એમની સાથે નાણાંની છેતરપિંડી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ઓટીપી સેન્ડ કરાવી તેમના તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે તેવામાં ગુજરાત પોલીસ સહિત અલગ અલગ એનજીઓના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમથી બચવા માટે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવામાં આવે છે. તેવામાંનું એક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક તેમજ અમદાવાદ DEO શાખા, શહેર પોલીસ તેમજ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “સાયબર સેફ” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં શહેર DEO અધિકારી રોહિત ચૌધરી, નિવૃત્ત IPS તોમર, અમદાવાદ શહેર JCP શરદ સિંઘલ હાજર રહી સાયબર છેતરપિંડીથી કઈ રીતે બચવું તથા આજે કઈ રીતે સાઇબર ક્રાઇમને રોકવા રાજ્ય સરકાર માટે પણ મોટો પડકાર સાબિત થયો છે જે અંગે મહત્વપૂર્ણ બાબતોની સમીક્ષા કરી હતી. જે કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ શિક્ષણ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ, અને અમદાવાદના સામાન્ય નાગરિકો સહભાગી બન્યા હતા.

નિર્દોષ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે

અમદાવાદ શહેર JCP શરદ સિંઘલે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે આજે રાજ્યમાં અને દેશમાં મોટાભાગના લોકો ડિજિટલ ફોનનો ઉપયોગ કરે છે. જેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલીગ્રામ, ટ્વીટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે જેના થકી તેમના પાસે કોઈને કોઈ માધ્યમથી કોઈ અજાણ લિંક તથા ઓટીપી આવતા હોય છે જેનો ફાયદો સાયબર ક્રાઇમ આચરનારા તથા આ ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો ઉઠાવતા હોય છે અને નિર્દોષ લોકોને અજાણમાં રાખી તેમની સાથે પૈસા અને પ્રાઇવેટ માહિતી મેળવી લેતા હોય છે અને તેનો ઉપયોગ દેશના અલગ અલગ ક્રાઈમને અંજામ આપવા માટે થતો હોય છે. જેમાંથી મોટાભાગનું ફંડિંગ દેશ વિરોધી ગતિવિધિઓમાં પણ વપરાતું હોય છે જેને અટકાવવા માટે અથવા તો થઈ શકે એટલું રોકવા માટે આજે અને આવનારા દિવસોમાં પણ આવા પ્રકારના મોટાભાગના કાર્યક્રમો પબ્લિક અવેરનેસ માટે કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદના શાહપુરમાં સદ્દામ મન્સુરીએ કરેલા ગંભીર આક્ષેપ સામે પોલીસે સ્પષ્ટતા કરી

Back to top button