સચિન તેંડુલકર ડીપફેક વીડિયો કેસમાં સાયબર પોલીસે FIR દાખલ કરી
મુંબઈ (મહારાષ્ટ્ર), 18 જાન્યુઆરી: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના ડીપફેક વીડિયોના મામલામાં મુંબઈ સાયબર પોલીસે એપના માલિક વિરુદ્ધ FIR નોંધી છે. સચિન તેંડુલકરના અંગત સહાયક રમેશ પરદેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ 500 અને આઈટી એક્ટની કલમ 56 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગેમિંગ એપ્લિકેશન સાઇટે ગેમિંગ એપ્લિકેશનને પ્રમોટ કરવા માટે સચિન તેંડુલકરના જૂના વીડિયોનો ઉપયોગ કર્યો છે. વીડિયોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજ સાથે ચેડા કરવામાં આવ્યા છે જેથી એવું લાગે કે તેંડુલકર એપને પ્રમોટ કરી રહ્યો છે. સચિને પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ ડીપ ફેક વીડિયોની જાણકારી આપી હતી. અને કહ્યું કે આવા વીડિયો પર વિશ્વાસ ન કરો. હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Mumbai Cyber Police has registered an FIR in the deepfake video of Cricket legend Sachin Tendulkar. Mumbai Cyber Police registered an FIR in relevant sections on January 16.
— ANI (@ANI) January 18, 2024
છેલ્લા કેટલાક મહિનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા સેલિબ્રિટીના વીડિયો બહાર આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે તેની અસર ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી નકલી વીડિયો બનાવવામાં આવ્યો છે.
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
સચિન તેંડુલકરની પુત્રી સારા પણ ડીપફેકનો બની છે શિકાર
થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ સાથે સારા તેંડુલકરની એક તસવીર બહાર આવી હતી. આ પણ ડીપફેક ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તે વાયરલ થયું હતું. જે તસ્વીર બહાર આવી તેમાં બંને એકસાથે જોવા મળ્યા હતા જ્યારે આ તસ્વીર ફેક હતી.
આ પણ વાંચો: સચિન તેંડુલકર પણ ડીપફેકનો બન્યો શિકાર, વાયરલ વિડીયોથી પરેશાન