ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી, ભાજપ સાંસદ સાથે છેતરપિંડી

  • રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની સાથે એક ગઠિયાએ છેતરપિંડી કરી
  • પિતાના મોતનું ખોટું કારણ આગળ ધરીને પૈસાની માગણી કરી
  • ગઠિયાએ પોતાની ઓળખ ભાજપના કાર્યકર તરીકે આપી

ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી છે. જેમાં હવે ભાજપ સાંસદ સાથે છેતરપિંડી થઇ છે. છત્તીસગઢના ગઠિયાએ છેતરપિંડી કરી છે. તેમાં રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સાથે ચીટિંગ થયુ છે. જેમાં સાયબર ગઠિયો 15 હજાર રૂપિયા સેરવી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકતો રૂ.3 કરોડનો જથ્થો જપ્ત

રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની સાથે એક ગઠિયાએ છેતરપિંડી કરી

ગુજરાતમાં હાલના દિવસોમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવાઈ રહ્યો છે. સામાન્ય જનતાતો ઠીક પરંતુ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને સાંસદો પણ હવે સાયબર શાતિરોથી સુરક્ષિત નથી, એવું જોવાઈ રહ્યું છે. ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની સાથે એક ગઠિયાએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફટાકડાઓથી એક જ દિવસમાં 16થી વધુ દુર્ઘટના બની 

પિતાના મોતનું ખોટું કારણ આગળ ધરીને પૈસાની માગણી કરી

આ ઘટનાની માહિતી પ્રમાણે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસની વિગતો પ્રમાણે એક ગઠિયાએ સાંસદ રામ મોકરિયાને ફોન કર્યો હતો અને પોતાના પિતાજીનું મૃત્યુ થયું હોવાથી સહાયની જરૂર હોવાનું કહીને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની પાસેથી પૈસાની માગણી કરી હતી. આ ગઠિયાએ સાંસદને પોતાની ઓળખ ભાજપના કાર્યકર તરીકે હોવાની આપી હતી અને પિતાના મોતનું ખોટું કારણ આગળ ધરીને પૈસાની માગણી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઘોડાપૂર, આંકડો જાણી રહેશો દંગ 

સાંસદ રામ મોકરિયાએ તેના પર ભરોસો કરી લીધો હતો

આ બનાવની વધુ જાણકારી પ્રમાણે આ ગઠિયાની વાત સાંભળીને સાંસદ રામ મોકરિયાએ તેના પર ભરોસો કરી લીધો હતો અને ઓનલાઈન રીતે 15 હજાર રૂપિયાની રકમ સામે વાળાના ખાતામાં ટ્રાન્સફર કરી આપી હતી. આ રકમ ઓનલાઈન મોડથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જો કે આના પછી તપાસ કરાતા પૈસા લેનાર વ્યક્તિનું લોકેશન છત્તીસગઢમાં હોવાનું સામે આવ્યું હતું. ગઠિયાનું લોકેશન છત્તીસગઢનું હોવાનું સામે આવતા સાંસદ રામ મોકરિયાને પોતે છેતરાયા હોવાની જાણકારી થઈ હતી. જેના પછી આ મામલે પોલીસને સૂચના આપવામાં આવી હતી.

Back to top button