ટ્રેન્ડિંગનેશનલ

Cyber Fraud: કસ્ટમ ઓફિસરના નામે કૉલ કરી આ રીતે પડાવ્યા 2.24 કરોડ

  • બેંગલુરુનો એક સોફ્ટવેર એન્જિનિયર બન્યો છેતરપિંડીનો શિકાર
  • સાયબર ગુનેગારોએ અનેક કેસમાં ધરપકડની ધમકી આપી લૂંટી લીધા 2.24 કરોડ

દિલ્હી, 14 એપ્રિલ: સાયબર ફ્રોડનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પીડિત સાથે ખૂબ જ સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને 2.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ માહિતી આપી છે. આરોપીએ પીડિતને કોલ કર્યો અને પોતાની ઓળખ દિલ્હી સ્થિત કસ્ટમ ઓફિસર તરીકે આપી હતી, ત્યાર બાદ અન્ય કેસમાં ફસાવવાની ધાક ધમકી આપીને રુપિયા 2.24 કરોડ પડાવી લીધા હતા.

સોફ્ટવેર એન્જિનિયરને નકલી પાર્સલ દ્વારા ફસાવીને ડરાવવામાં આવ્યો

રિપોર્ટ અનુસાર, પીડિત કુમારસ્વામી શિવકુમાર સોફ્ટવેર એન્જિનિયર છે અને બેંગલુરુમાં રહે છે. 18 માર્ચે તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હી કસ્ટમ ઓફિસર તરીકે આપી હતી. આ પછી પીડિતને કહેવામાં આવ્યું કે તેના નામે એક પાર્સલ આવ્યું છે. આ પાર્સલમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ અને 140 ગ્રામ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે. આરોપીએ પીડિતને કહ્યું કે આ પાર્સલ દિલ્હીથી મલેશિયા મોકલવામાં આવી રહ્યું છે.

અન્ય વ્યક્તિને કર્યો કોલ, પોતાને NCB અધિકારી તરીકે ઓળખાવ્યો

આ પછી કોલ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવ્યો, તે વ્યક્તિએ પોતાની ઓળખ એનસીબી ઓફિસર તરીકે આપી. આ પછી તેમણે પીડિત પર Skype ડાઉનલોડ કરવાનું દબાણ કર્યું. આ પછી તેના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા અને તેને ધમકીઓ આપવામાં આવી.

કેસમાંથી બહાર કાઢવાની લાલચ આપી પૈસાની માંગણી કરી, 2.24 કરોડ કર્યા ટ્રાન્સફર

આ પછી સાયબર ગુનેગારોએ પીડિત પાસેથી થોડા પૈસા માંગ્યા અને તેને આ કેસમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું. આ દરમિયાન પીડિત ખૂબ જ નર્વસ અને ડરી ગયો હતો તેથી તેણે ડરના માર્યા પૈસા આપવાનું વચન આપ્યું. આ પછી પીડિતે 8 અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 2.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. તેમણે આ રકમને 18 માર્ચથી 24 શેરમાં વહેંચી દીધી. થોડા દિવસો પછી એટલે કે 5 એપ્રિલે પીડિતને ખબર પડી કે તે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે, ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: અન્નુ કપૂર સહિત 600 લોકો સાથે અંબર દલાલે 380 કરોડ રૂપિયાની છેતરપિંડી કેવી રીતે કરી?

તમે પણ આ રીતે જો કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ કે કોઈ લીંક આવે છે તો તે લીંક ક્યારેય ઓપન કરશો નહીં. જો તમે તેને ઓપન કરો છો તો તમારા મોબાઈલમાં રહેલો તમારો તમામ ડેટા ચોરાઈ શકે છે અને તમે પણ સાઈબર ફ્રોડનો શિકાર બની જશો. તેથી સાવચેત રહો અને ઘરના દરેક સભ્યને સાવચેત રહેવા માટે સલાહ આપો.

આ પણ વાંચો: ‘દિલ્હીવાસીઓ સાથે છેતરપિંડી થઈ’ પૂર્વ મંત્રીએ સરકાર ઉપર ઉઠવ્યા સવાલ

Back to top button