ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં યુવકને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂ. 10 લઇ લીધા

Text To Speech
  • યુવકને અજાણી વ્યકિતએ ફોન કરીને તમારું પાર્સલ અટકી ગયું છે
  • બેન્ક સ્ટેટમેન્ટ મંગાવીને ખાતામાંથી દસ લાખ કઢાવી લીધા
  • બનાવ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં યુવકને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂ. 10 લઇ લીધા છે. તાજેતરમાં સાયબર ગઠિયાઓ લોકોને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવી રહ્યાં છે તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

યુવકને અજાણી વ્યકિતએ ફોન કરીને તમારું પાર્સલ અટકી ગયું છે

મોટેરા વિસ્તારમાં રહેતા યુવકને અજાણી વ્યકિતએ ફોન કરીને તમારું પાર્સલ અટકી ગયું છે કહેતા યુવકને મારું કોઇ પાર્સલ નથી તેમ કહેતા સાયબર ગઠિયાએ તમારા આધાર કાર્ડનો આ પાર્સલ માટે ઉપયોગ થયો છે તેમ કહીને પાર્સલમાં એમડીએ 20 ગ્રામ એટીબાયોટીક અને ડાયાબીટીક ટેબલેટ મળેલ છે. કહીને મહિલા પોલીસ અધિકારી સાથે વાત કરવાનું કહીને યુવકને ડિજિટલ એરેસ્ટ કરીને વીડિયો કોલ કર્યો હતો અને મની લોડરીંગ કેસમાં સામેલ છો કહી વેરીફીકેશન કરવાનું કહીને જેલમાં પુરાવાની ધમકી આપી હતી અને બેન્ક સ્ટેટમેન્ટ મંગાવીને ખાતામાંથી દસ લાખ કઢાવી લીધા હતા. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઠિયાઓએ સાયબર ક્રાઇમ પોલીસને પકડાર પણ ફેંક્યો

તાજેતરમાં જ કૃષ્ણનગરમાં મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ગઠિયાઓએ કુલ રૂ. 2.99 લાખ પડાવી લીધા હતા. તેમજ “તમારો નંબર મની લોન્ડરીંગ જેવા ગુનામાં ઉપયોગ થયો છે” કહીને ડરાવી ધમકાવીને સીબીઆઇ, ઇડીનું વોરંટ પણ મોકલ્યું હતું. આટલું જ નહિ ગઠિયાઓએ સાયબર ક્રાઇમ પોલીસને પકડાર પણ ફેંક્યો હતો. જેમાં મહિલાને 1930 પર કોલ કરવાનું કહીને પુરાવા આપવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર મામલે મહિલાએ અજાણ્યા શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ રામોલમાં પણ વેપારીને ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ રૂ. 1.50 લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફલાવર-શો શરૂ થશે, પ્રાઈમ ટાઈમમમાં પ્રવેશની રૂ.500 ટિકિટ 

Back to top button