અમદાવાદગુજરાત

અમદાવાદમાં સાયબર સંવાદ: ફ્રોડસ્ટર્સ ડરાવે તો ડરવું નહીં સીધો જ પોલીસનો સંપર્ક કરવો

Text To Speech

અમદાવાદ, 02 ઓગસ્ટ 2024 શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધતા જતા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે 2 થી 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો સાથે સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સામાન્ય લોકોને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરવા માટે તથા કઈ કઈ રીતે સાઈબર ફ્રોડ થઈ શકે છે તેની વિસ્તૃત માહિતી સતત 14 દિવસ સુધી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આપવામાં આવશે. જે કાર્યક્રમનાં ઉદ્ઘાટન સંદર્ભે શહેર પોલીસ કમિશનર જીએસ મલિક શહેર જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા સાયબર ક્રાઇમ ડીસીપી ડો. લવિના સિંહા હાજર રહી લોકો સુધી વધુ માહિતી પહોંચાડવા અને સાઇબર ક્રાઇમ રેટમાં ઘટાડો કરવા માટે માહિતગાર કર્યા હતા.

ફ્રોડસ્ટરો ડરાવે તો ડરવું નહિ, પોલીસનો સંપર્ક કરવો
શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે વાતચીત કરતા કહ્યું કે સાઇબર ફ્રોડનું મુખ્ય કારણ લાલચ છે. લોકોને જુદી જુદી મોડસ ઓપરેન્ડી ફ્રોડસ્ટરો વાપરતા હોય છે. ત્યારે લોકોએ સિક્યોર વેબસાઈટનો ઉપયોગ કરવો હોય ત્યારે વેબસાઈટ સેફ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફ્રોડસ્ટરો ડરાવે તો ડરવું નહિ લોકોએ પોલીસનો સંપર્ક તાત્કાલિક માહિતગાર કરવા.શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સાયબર ક્રાઈમ દ્વારા શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

સાઈબર ફ્રોડ થતા 1930 ટોલ ફ્રી નંબર પર કોલ કરો
આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા. થોડા દિવસો પહેલા જ સાયબર ક્રાઇમે વિડીયો રીલ સ્પર્ધા યોજીને સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઇમ દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આગામી 14 દિવસ માટે સાયબર ક્રાઈમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. સાથે એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ છે જેના માટે 1930 ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા 46.2% લોકોના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા છે અને 114.9 કરોડનું સાઇબર ફ્રોડ થયું છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી

Back to top button