ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક: હવાઈ સેવાઓ પ્રભાવિત, ટિકિટનું વેચાણ રોકવામાં આવ્યું

Text To Speech
  • જાપાન એરલાઇન્સ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે

ટોક્યો, 26 ડિસેમ્બર: જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. આ સાયબર અટેકની એરલાઈન્સને અસર પહોંચી છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં પણ સમસ્યા છે. જાપાન એરલાઇન્સ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

આ મામલે જાપાન એરલાઈન્સે શું કહ્યું?

જાપાન એરલાઈન્સે ટ્વીટ કર્યું કે, “અમારા આંતરિક અને બાહ્ય નેટવર્ક ડિવાઇસ પર આજે સવારે 7.24 વાગ્યાથી સાયબર એટેક કરવામાં આવ્યો છે. જેના કારણે અમારી સિસ્ટમ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર અસર પડી રહી છે. સાયબર હુમલાના કારણે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે સમસ્યાનો હલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન

ઓલ નિપ્પોન એરવેઝ (ANA) પછી જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે. આ પહેલીવાર નથી કે જાપાનમાં સાયબર હુમલો થયો હોય. આવું પહેલા પણ બન્યું છે. આ વર્ષે જૂનમાં લોકપ્રિય જાપાનીઝ વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકો પર સાયબર એટેક થયો હતો. સાયબર હુમલાને કારણે તેને તેની સેવાઓ સ્થગિત કરવી પડી હતી. તે જ સમયે, 2022માં, એક સાયબર હુમલાએ ટોયોટા સપ્લાયરની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે આખો દિવસ ઘરેલું પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહ્યું હતું.

આ પણ જુઓ: કેનેડાએ ભારતને આપ્યો મોટો ઝટકો, ઈમીગ્રેશન એન્ટ્રીના નિયમમાં કર્યો મોટો બદલાવ

Back to top button