આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Dellના પોર્ટલમાં સાયબર એટેક, 49 મિલિયન ગ્રાહકોના ડેટા જોખમમાં હોવાની ચેતવણી

નવી દિલ્હી, 19 મે, 2024: ટેક જાયન્ટ કંપની ડેલ (Dell) ના પોર્ટલમાં સાયબર એટેક થયો હોવાની સંભાવનાને પગલે કંપનીએ તેના ગ્રાહકોને ડેટા બ્રીચની ચેતવણી આપી છે. આ ડેટા બ્રીચ (data breach) ને કારણે ઓછામાં ઓછા 49 મિલિયન ગ્રાહકોને અસર કરી હતી.

આ પર્સનલ કમ્પ્યૂટર (પીસી) નિર્માતાએ એક ઈમેલ દ્વારા તેના વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી કે તે ડેલ પોર્ટલ સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરી રહી છે જેમાં કંપની પાસેથી ખરીદીના સંદર્ભમાં ગ્રાહકોને લગતી મર્યાદિત માહિતી છે. ડેલે વધુમાં જણાવ્યું હતું કે તે માને છે કે તેમાં સામેલ માહિતીના પ્રકારને જોતાં ગ્રાહકો માટે કોઈ નોંધપાત્ર જોખમ નથી તેમ બ્લીપિંગ કમ્પ્યૂટરના એક અહેવાલમાં જણાવાયું છે.

ડેલના જણાવ્યા મુજબ આ સાયબર એટેક દરમિયાન એટેકર દ્વારા ઍક્સેસ કરવામાં આવેલી માહિતીમાં નામ, સરનામાં અને ડેલ હાર્ડવેર અને ઓર્ડરની માહિતી સાથે સંબંધિત અન્ય માહિતીનો સમાવેશ થાય છે પરંતુ તેમાં નાણાકીય વ્યવહાર અથવા ચૂકવણીની માહિતી, ઇમેઇલ સરનામાં અથવા ટેલિફોન નંબરનો સમાવેશ થતો નથી. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તે આ ઘટનાની તપાસ માટે પોલીસ ઉપરાંત સ્વતંત્ર ફોરેન્સિક એજન્સી સાથે કામ કરી રહી છે.

અહેવાલ અનુસાર 28 એપ્રિલના રોજ એક હેકરે હેકિંગ ફોરમ પર ડેલનો ડેટાબેઝ વેચવાનો પ્રયાસ કર્યો ત્યારે ડેટા ભંગનો સૌપ્રથમ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો. હેકરોએ દાવો કર્યો હતો કે તેમની પાસે 49 મિલિયન ગ્રાહકો માટે કમ્પ્યૂટર નિર્માતા પાસેથી ચોરેલો ડેટા અને 2017-2024 વચ્ચે ડેલ પાસેથી ખરીદેલી સિસ્ટમ્સ સંબંધિત અન્ય માહિતીની ઍક્સેસ હતી.

કમ્પ્યૂટર કંપની ડેલે કહ્યું કે પોતે માનતા નથી કે ડેટાનો ભંગ ગ્રાહકો માટે નોંધપાત્ર ખતરો હોય કેમ કે ભૂતકાળમાં ડેટે બ્રીચની ધમકી આપનાર વ્યક્તિઓ ફિશિંગ લિંક્સ સાથે મેઇલિંગ અથવા ઉપકરણો પર માલવેર ઇન્સ્ટોલ કરવા માટે DVDs અને થમ્બ ડ્રાઇવ્સ જેવાં માધ્યમોનો ઉપયોગ કરતી વ્યક્તિઓને લક્ષ્ય બનાવવા માટે જાણીતા છે.

ડેટાના વેચાણની જાહેરાત કરતી હેકિંગ ફોરમ પરની પોસ્ટ ત્યારથી દૂર કરવામાં આવી છે અને તેના પરથી સંકેત મળી શકે છે કે ડેટાનો ઉપયોગ અન્ય પ્રકારના હુમલાઓમાં થઈ રહ્યો છે. તેથી ગ્રાહકોને મેઇલિંગ(ટપાલ)થી  સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે અથવા ઇ-મેઇલ્સ જેની નકલ થઈ શકે તેમ છે તે અંગે ડેલ સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવા, પાસવર્ડ બદલવા અથવા તેમની સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ક્રિયાઓ ન કરવા સલાહ આપે છે.

Back to top button