CWG-2022 : ભારતને વધુ એક મેડલ, ગુરુરાજ પૂજારીએ જીત્યો બ્રોન્ઝ
શનિવારે કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો છે.વેઈટલિફ્ટિંગમાં ભારતને એક સિલ્વર અને બીજો બ્રોન્ઝ એમ બે મેડલ મળ્યા છે. પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે ભારતના બીજા ખેલાડી ગુરુરાજ પૂજારીએ વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
#CommonwealthGames | Weightlifter Gururaj Poojary wins a bronze medal for India in the Men's 61 Kg weight category with a total of 269 Kg. pic.twitter.com/GdLLmoi5ZP
— ANI (@ANI) July 30, 2022
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં પણ ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ગુરુરાજ પૂજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું.
PM Narendra Modi congratulates weightlifter Gururaj Poojary who bagged a bronze medal at the #CommonwealthGames, in Men's 61 Kg weight category pic.twitter.com/GuPzXCz5To
— ANI (@ANI) July 30, 2022
વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદી અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુરાજ પૂજારીને અભિનંદન પાઠવ્યાં હતા.