ટોપ ન્યૂઝનેશનલ

CWG 2022: ટ્રિપલ જમ્પમાં ભારતને બે મેડલ, એલ્ડોસ પૉલે ગોલ્ડ અને અબ્દુલ્લાએ સિલ્વર જીત્યો

Text To Speech

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતને આ ઈવેન્ટમાં ગોલ્ડ મળ્યો છે. અહીં ભારતને એક નહીં પરંતુ બે મેડલ મળ્યા છે. ભારતની બેગમાં સિલ્વર મેડલ પણ આવી ગયો છે.

એલ્ડોસ પોલે ભારત માટે ગોલ્ડ જીત્યો છે. આ સાથે જ અબ્દુલ્લા અબુબકરે સિલ્વર મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય ખેલાડી પ્રવીણ ચિત્રવેલ પણ સામેલ હતો. તે ફાઇનલમાં ચોથા સ્થાને રહ્યો હતો. અહીં એલ્ડોસ પોલે 17.03 મીટર અને અબ્દુલ્લા અબુબકર 17.02 મીટર કૂદકો માર્યો હતો. આ બંને ખેલાડીઓનું તેમની સમગ્ર કારકિર્દીમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. પ્રવીણ ચિત્રાવલે પણ અહીં 16.89 મીટરનું અંતર પાર કર્યું હતું. તે ખૂબ જ નજીકથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો.

gold medal Aldous paul
FILE PHOTO

એલ્ડોસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો 

એલ્ડોસ પોલે જુલાઈમાં યુએસમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો હતો. ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં મેડલ જીતવામાં તે ચૂકી ગયો હતો પરંતુ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. એલ્ડોસે ગ્રુપ રાઉન્ડમાં 16.68 મીટર કૂદકો મારીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Back to top button