

દીપક પુનિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીનો સૌથી યાદગાર ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવ્યો હતો. ઇનામ સામે પૂનિયાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાની રેસલરને એક પણ તક આપી ન હતી. દીપકે મેચ 3-0થી જીતી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં દીપક પુનિયાનો આ પહેલો મેડલ છે. ભારતને કુસ્તીમાં ત્રીજો ગોલ્ડ મળ્યો.
CWG માં ભારતના 9 ગોલ્ડ મેડલ
આ સાથે જ CWG 2022માં ભારતના 9 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. જેમાં મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયાનો સમાવેશ થાય છે. જ્યારે કે, સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક મળી 8 સિલ્વર મેડલ અને ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાનના 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.