ક્યુટ રાહાએ સ્માઈલ સાથે પાપારાઝીને ફ્લાઈંગ કિસ આપીને દિલ જીત્યું
- પાપારાઝીએ રાહાનું નામ લેતાની સાથે જ રાહાએ પાછળ જોયું અને ક્યુટ સ્માઈલ આપ્યું. આ જોઈને આલિયા અને રણબીર પણ હસવા લાગ્યા
28 ડિસેમ્બર, મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ પરિવાર સાથે એરપોર્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આલિયા અને રણવીર તેમની પુત્રી અને પરિવાર સાથે નવું વર્ષ ઉજવવા માટે બહાર ગયા છે.
એરપોર્ટ પર રાહાની સ્માઈલે લોકોના દિલ જીત્યા
આલિયા રાહાને પોતાના હાથમાં લઈ રહી હતી ત્યારે રાહા આજુબાજુ જોઈ રહી હતી. પાપારાઝીએ રાહાનું નામ લેતાની સાથે જ રાહાએ પાછળ જોયું અને ક્યુટ સ્માઈલ આપ્યું. આ જોઈને આલિયા અને રણબીર પણ હસવા લાગ્યા. રાહાએ પાપારાઝીને ફ્લાઈંગ કિસ પણ આપી હતી. પરિવાર અને પાપારાઝી માટે આ ક્ષણ ખૂબ જ સુંદર હતી
ફેમિલિનો કેઝ્યુઅલ લુક
આ ટ્રિપ માટે આલિયાએ સફેદ શર્ટ, મેચિંગ ટોપ, પેન્ટ અને સફેદ શૂઝ પહેર્યા હતા. રણબીર બ્લુ શર્ટ, ડેનિમ્સ અને શૂઝમાં જોવા મળ્યો હતો. રાહા સફેદ આઉટફિટ અને મેચિંગ શૂઝમાં ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગી રહી હતી. પરિવારના તમામ સભ્યો ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. જોકે, વેકેશન ડેસ્ટિનેશન વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં અભિનેતા સલમાન ખાનની બર્થ ડે ઉજવણી પડી ભારે, પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ