ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા છે ભારે વરસાદની આગાહી

Text To Speech
  • આગામી ચાર દિવસ મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી
  • રાજ્યમાં બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે
  • તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે

ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. જેમાં વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયરઝોનના કારણે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી ચાર દિવસ મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી

ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટની આગાહી સામે આવી છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે.

બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે

બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. જેમાં અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Back to top button