ટોપ ન્યૂઝનેશનલફૂડબિઝનેસ

હાલમાં ઘઉં, ચોખા અને ખાંડ પરના નિકાસ પ્રતિબંધ હટાવવા કોઈ પ્રસ્તાવ નથી : પીયૂષ ગોયલ

Text To Speech

નવી દિલ્હી, 13 જાન્યુઆરી : કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે સરકાર પાસે ઘઉં, ચોખા અને ખાંડ પરનો નિકાસ પ્રતિબંધ હટાવવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે એમ પણ કહ્યું કે દેશ ઘઉં અને ખાંડની આયાત નહીં કરે. કેન્દ્ર સરકાર હાલમાં ઘઉં, ચોખા અને ખાંડ પર નિકાસ પ્રતિબંધ હટાવવાના મૂડમાં નથી.

ભાવ નિયંત્રણમાં આવે તેની રાહ જોવામાં આવશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનાજના વધી રહેલા ભાવોને કારણે મોંઘવારીમાં વધારો થઇ રહ્યો હતો જેથી સરકારે વર્ષ 2022 માં ઘઉં અને ગત વર્ષે 2023 માં બિન બાસમતી ચોખાના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જેને કારણે ભાવોમાં થોડો ઘટાડો આવે અને બજાર સ્થિર બને.

2022માં ઘઉં અને 2023માં ચોખા ઉપર લાગ્યો પ્રતિબંધ

વધુમાં ગોયલે જણાવ્યું હતું કે, હાલમાં ઘઉં, ચોખા અને ખાંડ પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની કોઈ દરખાસ્ત નથી. ભારત ઘઉં અને ખાંડની આયાત પણ કરશે નહીં. ભારતે મે 2022માં ઘઉંની નિકાસ અને જુલાઈ 2023થી બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક સ્તરે વધતી કિંમતોને નિયંત્રિત કરવાના પગલાંના ભાગરૂપે ઓક્ટોબર 2023 થી ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Back to top button