ગુજરાતટોપ ન્યૂઝ

સાચવજો: ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ આ શહેરમાં

Text To Speech
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી
  • રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ આવ્યા
  • દસેક દિવસ પહેલાં ગુજરાતમાં માંડ 23 કેસ એક્ટિવ હતા

સાચવજો: ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેમાં એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દસ દિવસ પહેલાં 23 એક્ટિવ કેસ હતા, હવે વધીને 79 છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ આવ્યા છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં ઠંડી બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી

ગુજરાતમાં અત્યારે સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે, દસેક દિવસ પહેલાં ગુજરાતમાં માંડ 23 કેસ એક્ટિવ હતા, જોકે રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ નોંધાયા છે, આમાં મોટા ભાગના કેસ તો અમદાવાદ શહેરમાં છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 11 દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.

આ પણ વાંચો: મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ, મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારિયાને રૂ.1.75 લાખનું ઈનામ મળ્યુ 

ગુજરાતમાં અત્યારે સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં

ગુજરાતમાં અત્યારે સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના અત્યાર સુધી 40થી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. અલબત્ત, મોટા ભાગના કોરોના પોઝિટિવ કેસ માઈલ્ડ પ્રકારના હોવાથી દર્દીઓ હોમ આઈસોલેટ રહીને સારવાર મેળવી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા નહિવત્ છે. તબીબોના કહેવા પ્રમાણે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી વાળા, કો-મોર્બિડિટી ધરાવતા દર્દીએ હાલમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં જ અમદાવાદમાં એક વૃદ્ધ દર્દીનું કોરોનામાં મોત થયું હતું.

Back to top button