ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

રાજ્યસભામાં સાંસદની સીટ પર નોટોના બંડલ મળ્યા, ગૃહમાં હોબાળો; તપાસનો આદેશ

Text To Speech

નવી દિલ્હી, 6 ડિસેમ્બર 2024 :   રાજ્યસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળી આવતા હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરક્ષા તપાસ દરમિયાન સીટ નંબર 222 પર નોટોના બંડલ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને આજે રાજ્યસભામાં હોબાળો થયો છે. મળતી માહિતી મુજબ રાજ્યસભા સીટ નંબર 222 જ્યાંથી રોકડ મળી આવી છે તે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, ‘આ સમગ્ર મામલાની તપાસ નિયમો અનુસાર કરવામાં આવશે.’ આ સમગ્ર મામલે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ‘તેમને ખબર નથી કે મામલો શું છે.  હું 500 રૂપિયા લઈને ગયો હતો.’

અધ્યક્ષે ગૃહને જાણ કરી
આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, “હું સભ્યોને જાણ કરું છું કે ગઈકાલે ગૃહ સ્થગિત કર્યા પછી નિયમિત તપાસ દરમિયાન, સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર 222 પરથી ચલણી નોટોનું બંડલ જપ્ત કર્યું છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હું 12.57 વાગ્યે રાજ્યસભા ગયો અને 1 વાગ્યે પાછો આવ્યો. મારી પાસે 500 રૂપિયાની નોટ હતી. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. આ પહેલા જગદીપ ધનખરે આ મામલે ગૃહને જાણ કરતા જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો.

આ પણ વાંચો : સ્મશાન ઘાટ પર અનોખું મંદિર, મૃતકોની રાખથી થાય છે શિવલિંગનો શ્રૃંગાર

 

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button