ટોપ ન્યૂઝનેશનલ

મણિપુર હિંસાના અપરાધીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે: પીએમ મોદી

Text To Speech

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સંસદમાં મણિપુરની ઘટનાને લઇને પોતાનું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, મણિપુરની સ્થિતિ પર દેશના ગૃહમંત્રી અમિત શાહે 2 કલાક સુધી વિસ્તારથી રાજનીતિ વગર તમામ વિષય પર સમજાવ્યું અને સરકાર અને દેશની ચિંતાને પ્રગટ કરી. દેશની જનતાને જાગૃત કરવાનો પ્રયાસ હતો. એક નેક ઇમાનદારીથી દેશની ભલાઇ માટે અને મણિપુરની સમસ્યા માટે રસ્તા શોધવાનો પ્રયાસ હતો. રાજનીતિ વગર કઇ કરવુ નથી એટલે તેમણે આ ખેલ રમ્યા.

ઘણા પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે, મહિલાઓ સાથે ગંભીર અપરાધ થયો છે આ અપરાધ અક્ષમ્ય છે, દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે કેન્દ્ર સરકાર- રાજ્ય સરકાર મળીને ભરપૂર પ્રયાસ કરી રહી છે. દેશના નાગરિકોને આશ્વાસન આપવા માંગુ છું કે જે પ્રકારના પ્રયાસ થઇ રહ્યા છે ભવિષ્યમાં શાંતિનો સૂર્ય જરૂર ઉગશે.

મણિપુર આગળ વધશે, મણિપુરના લોકોને પણ આગ્રહ પૂર્વક કહેવા માંગુ છું, માતાઓ-દીકરીઓને કહેવા માંગુ છું દેશ તમારી સાથે છે. આ સદન તમારી સાથે છે. અમે બધા મળીને આ પડકારનું સમાધાન કાઢીશું અને ફરી શાંતિની સ્થાપના થશે. મણિપુરના લોકોને વિશ્વાસ અપાવુ છું કે મણિપુર ફરી વિકાસની રાહ પર તેજ ગતિથી આગળ વધે તેમાં કોઇ પ્રયાસમાં કોઇ કસર છોડવામાં નહીં આવે.

Back to top button