IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

CSK vs RCB: IPL આજથી શરૂ, નવા કેપ્ટન સાથે ચેન્નાઈની ટીમ બેંગલુરુનો કરશે સામનો

  • ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને 

ચેન્નાઈ, 22 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝન આજે 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમો સામસામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. આ મેચમાં ચેન્નાઈની ટીમ પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. મતલબ કે હવે IPLની પ્રથમ મેચ સાથે એક નવા યુગની શરૂઆત થશે, જેમાં હવે ચેન્નાઈની કમાન મહેન્દ્રસિંહ ધોનીના બદલે ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે.

 

બેંગલુરુ સામે ચેન્નાઈનો પલડું ભારે 

પાંચ વખતની ચેમ્પિયન અને ગત વખતની વિજેતા ચેન્નાઈની ટીમની નજર છઠ્ઠા ટાઈટલના રેકોર્ડ પર છે. બીજી તરફ, RCB પ્રથમ વખત ટાઇટલ કબજે કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. IPLમાં અત્યારસુધીમાં CSK અને RCBની ટીમો 31 વખત સામસામે આવી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈએ 20 મેચ જીતી હતી, જ્યારે બેંગલુરુ 10 મેચ જીતી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી.

 

ચેન્નાઈની કમાન હવે 42 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીના હાથમાંથી નીકળી ગઈ છે અને યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડ પાસે આવી ગઈ છે. બીજી તરફ, ક્રિકેટની અદ્ભુત સમજ ધરાવતા MS ધોનીનું મન પહેલાની જેમ જ તેજ છે, પરંતુ ઉંમર સાથે તેની બેટ્સમેન તરીકેની ચપળતા ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુવાઓ પર પ્રદર્શનની મોટી જવાબદારી રહેશે.

મેચમાં કોણ ચેન્નાઈની ટીમની તાકાત રહેશે?

અંગૂઠાની ઈજાને કારણે IPLની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયેલા ડેવોન કોનવેની જગ્યાએ ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, તેના દેશબંધુ ડેરિલ મિશેલ મધ્ય ક્રમમાં રહેશે. મિડલ ઓર્ડરમાં રન બનાવવાની જવાબદારી અનુભવી અજિંક્ય રહાણે અને કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ પર રહેશે.

ચેન્નાઈની તાકાત તેના ઓલરાઉન્ડર અને સ્પિનરો છે જે ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ પર તબાહી મચાવી શકે છે. રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, મોઈન અલી, રચિન રવિન્દ્ર, મહિષ તિક્ષિનાની બોલિંગ અહીં ઘણી અસરકારક સાબિત થશે. CSK પાસે દીપક ચહર અને શાર્દુલ ઠાકુર જેવા ફાસ્ટ બોલર પણ છે.

RCB 2008થી ચેન્નાઈમાં CSKને હરાવી શક્યું નથી

શ્રીલંકાના મથિશા પથિરાના બહાર રહેલા છે, તેને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી. RCBએ 2008થી આ મેદાન પર ચેન્નાઈને હરાવ્યું નથી. રન બનાવવાની જવાબદારી વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પર રહેશે, જેઓ બે મહિનાના વિરામ બાદ મેદાન પર પરત ફરી રહ્યા છે. કેમેરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ પણ ટીમમાં છે.

ઝડપી બોલરોમાં તેમની પાસે મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન, અલ્ઝારી જોસેફ, આકાશ દીપ અને રીસ ટોપલી છે. સ્પિન બોલિંગમાં વાનિન્દુ હસરંગાની ખોટ રહેશે, પરંતુ મેક્સવેલ પાસે અનુભવ છે. કર્ણ શર્મા, હિમાંશુ શર્મા અને મયંક ડાગરને મેચ પ્રેક્ટિસ મળી શકી નથી.

ટીમમાં સામેલ સંભવિત નામો:

ચેન્નાઈ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, અજય મંડલ, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શૈક રશીદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહિષ તિક્ષ્ણ, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહેમાન, અવનીશ રાવ અરવેલી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભાંડે, મયંક ડાગર, વિજય કુમાર, દીપક વૈશક , મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ.

આ પણ જુઓ: CSKનો નવો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ દર મહિને કેટલી કમાણી કરે છે, જાણો તેની કુલ સંપત્તિ

Back to top button