IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

CSK Vs KKR: ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

ચેન્નાઈ, 08 એપ્રિલ: IPL 2024ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમો સામ સામે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: રુતુરાજ ગાયકવાડ(C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(W), શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024માં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન એમએસ ધોનીની ટીમને બે મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીની તમામ મેચોમાં જીત મેળવી છે.

પીચ રિપોર્ટ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે મદદરૂપ છે. આજે પણ અહીંની પીચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે. જોકે, શરૂઆતમાં અહીં નવા બોલથી રન પણ બને છે. આવી સ્થિતિમાં આજે આપણને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: MI vs DC: મુંબઈએ દિલ્હીને 29 રને હરાવી સિઝનની પ્રથમ જીત નોંધાવી

Back to top button