ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડની સ્પ્રિગ સમિટમાં ક્રિપ્ટોકરન્સી વિશે પોતાનું સ્ટેન્ડ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરતા ભારતનાં નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા ક્રિપ્ટેકરન્સી, ક્રિપ્ટો માર્કેટ અને તેની સાથે જોડાયેલા ભયસ્થાનોને વિશ્વભરના દેશો સમક્ષ રાખ્યા હતા.
પોતાની વાત સ્પષ્ટ પણે વિશ્વ સમક્ષ રાખતા નાણાં મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કહેવામાં આવ્યું કે “ક્રિપ્ટોકરન્સી અને મની લોન્ડરિંગ એક સિક્કાની બે બાજુઓ સમાન છે. ક્રિપ્ટોકરન્સી, મની લોન્ડરિંગ માટે મોકળુ મેદાન પૂરૂ પાડવાનું માધ્યમ બની શકવાની મજબૂત શક્યતાઓ નજર અંદાજ કરી શકાય નહીં. આ નાણાંનો ઉપયોગ વિશ્વભરમાં આતંક ફેલાવવા માટે થાય તે ક્રિપ્ટેકરન્સી સાથે જોડાયેલું સૌથી મોટું ભયસ્થાન છે.”
નિર્મલા સિતારમન દ્વારા આ મામલે વધુ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે, “ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા ભયસ્થાનોને ખાળવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને નિયમન એ એકમાત્ર વિકલ્પ છે. અને તમામ દેશો માટે આ અગ્રીમ હરોળમાં હોવું જોઇએ. જો કોઇ દેશ એવું વિચારે છે કે આપણે આપણી રીતે આ બાબતો મેનેજ કરી શકીએ તેમ છીએ તો ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ ભયસ્થાન માટે સ્વર્ગ સમાન સાબિત થશે માટે જ દરેક દેશ અને દેશનાં નાણાં વિભાગે તેનું ધ્યાન રાખવું વિશ્વ હિતમાં છે.”
ઉલ્લેખનીય છે કે, ભારતય નાણાંમંત્રી નિર્મલા સિતારમન, ઇન્ટરનેશનલ મોનીટરિંગ ફંડ(IMF) ની સ્પ્રિંગ સમિટ, G20 દેશોનાં નાણાંમંત્રીઓની બેઠક અને સેન્ટ્રલ બેંક ગવર્નર સમિટ માટે અમેરિકાનાં વોશિંગ્ટન પહોંચ્યા હતા.