ટ્રમ્પે યુદ્ધના અંત વિશે નિવેદન આપતા ક્રુડ ઓઈલના ભાવ 7% ઘટ્યા

- વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 7%થી વધુ ઘટીને $99 પ્રતિ બેરલની નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની શરૂઆતમાં $114 પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો
War News: સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૂચવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો યુદ્ધનો અંત લાવી શકે છે, ત્યારબાદ તેલના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 7%થી વધુ ઘટીને $99 પ્રતિ બેરલની નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની શરૂઆતમાં $114 પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. યુએસ બેન્ચમાર્ક, WTI 8% ઘટીને $90 પ્રતિ બેરલ પર આવી ગયો, જે દિવસની શરૂઆતમાં જ્યાં ટ્રેડ થઈ રહ્યો હતો તેના કરતા લગભગ $10 નીચે હતો.
ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું કે મને એ કહેતા ખુશી થાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ઈરાન દેશ વચ્ચે છેલ્લા બે દિવસમાં મધ્ય પૂર્વમાં આપણી દુશ્મનાવટના સંપૂર્ણ નિરાકરણ અંગે ખૂબ જ સારી અને ઉત્પાદક વાતચીત થઈ છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, આ વાતચીત આખુ વીક ચાલુ રહી શકે છે.
ટ્રમ્પે ઉમેર્યું હતું કે તેમણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સૂચના આપી છે કે ઈરાની પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પર કોઈપણ પ્રકારના લશ્કરી હુમલાઓ પાંચ દિવસના સમયગાળા માટે મુલતવી રાખવામાં આવે.
આ નાટ્યાત્મક વળાંક ટ્રમ્પના બે દિવસ પહેલા આપેલા નિવેદન બાદ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેહરાન સોમવાર સાંજ સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલશે નહીં તો યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાનના પાવર પ્લાન્ટ્સનો નાશ કરશે.
આ પણ વાંચોઃ Big News: એમોનિયા ગેસની ટાંકીમાં વિસ્ફોટ થતાં કોલ્ડ સ્ટોરેજ ધરાશાયી, આઠ શ્રમિકોના મોત











