ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CRPF મહિલા બાઈકર્સનો એકતાનગરમાં દિલધડક શો

Text To Speech
  • ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ CRPF મહિલા બાઈકર્સની ‘યશસ્વિની’ની બાઈક યાત્રાનું એકતાનગરમાં સમાપન
  • CRPFની મહિલા બાઈકર્સની ટીમે ડેર ડેવિલ શો રજૂ કરીને સૌ લોકોને કર્યા મંત્રમુગ્ધ
  • ૩ ઓકટોબરે કન્યાકુમારીથી ૧૫ રાજ્યોને આવરી લઈ ૧૫૦ મહિલા બાઇકર્સની ટીમ પહોંચી હતી એકતાનગર

CRPF women wing bikers-HDNews

કેવડીયા : નર્મદા જિલ્લાના એકતાનગરમાં મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના આવસરે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ CRPF મહિલા બાઈકર્સની ટીમની ‘યશસ્વિની’ની બાઈક યાત્રાનું સમાપન થયું હતું. જેમાં ૩ ઓકટોબરે કન્યાકુમારીથી શરૂ કરી ૧૫ રાજ્યોને આવરી લઈ ૧૫૦ મહિલા બાઇકર્સની ટીમ આજે એકતાનગર પહોંચી હતી. CRPFની મહિલા બાઈકર્સની ટીમે ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

 ekatanagar women bikers relly

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત મહિલા બાઈકર્સની બાઇક યાત્રા

કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતાના સંદેશ સાથે તા.૩ ઓકટોબરે ૧૫૦ મહિલા બાઈકર્સ તામિલનાડુના કન્યાકુમારીથી નીકળી કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સાપુતારા, સુરત થઈ નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી.

CRPF women wing bikers-HDNews

૨૮ દિવસની યાત્રામાં ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ત્રણ ટુકડીઓ સાથેની ૧૫૦ મહિલા બાઈકર્સે કુલ ૧૦ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને આજે એકતાનગરમાં આયોજિત એકતા પરેડ ખાતે સમાપન થયું હતું. જેમાં CRPFની મહિલા બાઈકર્સની ટીમેં ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશને એક રાષ્ટ્ર બનાવનાર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ પણ અર્પણ કરી હતી.

આ પણ જુઓ :ગુજરાત: PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

Back to top button