ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગાર્જુન સાગર ડેમ પર CRPF જવાનો તૈનાત, જાણો સમગ્ર મામલો

  • કૃષ્ણા નદીના પાણીને લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.
  • કૃષ્ણા નદી પર બનેલો નાગાર્જુન સાગર ડેમ તેલંગાણા સરકારના નિયંત્રણ હેઠળ છે.
  • તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બરાબર પહેલા આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કર્યો હતો

તેલંગાણા, 2 ડિસેમ્બર: કૃષ્ણા નદીના પાણીને લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. બંને વચ્ચે અગાઉ પણ આ મુદ્દે ઝઘડો થયો હતો. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બરાબર પહેલા આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કર્યો હતો. એટલું જ નહીં તેણે પોતાની તરફ ડેમમાંથી પાણી છોડવાનું પણ શરૂ કર્યું. જેના કારણે બંને રાજ્યો વચ્ચે તણાવ ઉભો થયો હતો. કૃષ્ણા નદી પર બનેલો નાગાર્જુન સાગર ડેમ તેલંગાણા સરકારના નિયંત્રણ હેઠળ છે. ભૂતકાળમાં પણ નદીના પાણીને લઈને બંને રાજ્યો વચ્ચે તકરાર થઈ છે.

ગુરુવારે જ્યારે તેલંગાણામાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી. તે દિવસે આંધ્રપ્રદેશના લગભગ 700 પોલીસકર્મીઓએ ડેમ પર કબજો કર્યો હતો. તેમણે જમણી નહેર ખોલી હતી, જેના કારણે 500 ક્યુસેક પ્રતિ કલાક પાણી છોડવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશ રાજ્યના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબુએ ગુરુવારે સવારે ટ્વિટર પર એક ટ્વીટ કરીને કહ્યું, અમે પીવાના પાણી માટે કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર જમણી નહેરમાંથી પાણી છોડી રહ્યા છીએ.

અમે અમારા હિસ્સાનું પાણી લીધું

સિંચાઈ મંત્રીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચેના કરાર મુજબ જ પાણી લીધું હતું. રામબાબુએ મીડિયાને કહ્યું હતું કે, અમે કોઈ કરાર તોડ્યો નથી. કૃષ્ણા નદીનું 66 ટકા પાણી આંધ્રપ્રદેશનું છે જ્યારે 34 ટકા તેલંગાણાનું છે. અમે પાણીનું એક ટીપું પણ વાપર્યું નથી જે અમારુ નથી. અમે અમારા વિસ્તારમાં અમારી પોતાની કેનાલ ખોલવાનો પ્રયાસ કર્યો. આ પાણી પર અમારો અધિકાર છે.

ડેમ પર સીઆરપીએફ તૈનાત

બંને રાજ્યો વચ્ચે વધી રહેલા તણાવને જોતા કેન્દ્રએ હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને નાગાર્જુન સાગરનું પાણી છોડવા વિનંતી કરી છે. આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન રજૂ કર્યો હતો. બંને રાજ્યો આ યોજના માટે સંમત થયા છે.

કોઈપણ પ્રકારના સંઘર્ષને રોકવા માટે કેન્દ્ર સરકારે ડેમ પર દેખરેખ રાખવાની જવાબદારી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને સોંપી છે. સીઆરપીએફ એ પણ જોશે કે બંને પક્ષોને કરાર મુજબ પાણી મળી રહ્યું છે કે નહીં.

આ પણ વાંચો, સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સોમવારે અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે

Back to top button