નવી દિલ્હી સ્ટેશને ભીડ અને ધક્કામુક્કીઃ મોટી દુર્ઘટનામાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી, 2025: નવી દિલ્હી સ્ટેશને ભીડ અને ધક્કામુક્કી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હોવાનું અને બીજા અસંખ્ય ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટના ગઈ મોડી રાત્રે અર્થાત 15 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે થઈ હતી.
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મૃત્યુ થયા હતા. આ કિસ્સામાં, મોડી રાત સુધી, રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે. હાલમાં, આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોડી રાત્રે આ ઘટનાની નોંધ લીધી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
કહેવામાં આવી રહ્યું છે કે, પ્રયાગરાજ જતી બે ટ્રેનો રદ કરવામાં આવી હતી. જેના કારણે પ્લેટફોર્મ પર ભીડ વધી ગઈ. જોકે, રેલવે વિભાગે ટ્રેનો રદ કરી હોવાનો ઇનકાર કર્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર રેલવે અધિકારીઓ કે આરપીએફ અધિકારીઓ ભીડનો અંદાજ લગાવી શક્યા નહીં. નવી દિલ્હી સંવેદનશીલ રેલવે સ્ટેશનોમાંનું એક છે. અહીં દરરોજ પાંચ લાખથી વધુ લોકો અવરજવર કરે છે.
સંવેદનશીલ રેલવે સ્ટેશન હોવાથી, ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે RPF ના ખાસ કર્મચારીઓ અહીં તૈનાત કરવામાં આવે છે. આમ છતાં, તેમના તરફથી ભીડ અંગે કોઈ ઇનપુટ આપવામાં આવ્યો ન હતો. ઉપરાંત, રેલવે અધિકારીઓ પણ ભીડ પર નજર રાખવામાં નિષ્ફળ ગયા.
#WATCH | Stampede at New Delhi Railway Station | An eyewitness, Ravi says, “The stampede broke out around 9:30 pm… When people on platform number 13 saw trains on platforms 14 and 15 – they moved towards these platforms. The platforms of the trains were not changed, but the… pic.twitter.com/hPO61B58Lx
— ANI (@ANI) February 16, 2025
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. ડીઆરએમ તેમના ઓફિસ સ્ટેશનના દરેક પ્લેટફોર્મને લાઈવ જુએ છે. આમ છતાં, અધિકારીઓને સ્ટેશન પર કોઈ ભીડ જોવા મળી ન હતી. તે જ સમયે, રેલવે દ્વારા સતત જનરલ ટિકિટ આપવામાં આવતી હતી. આનાથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ થવાની શક્યતા પણ વધી ગઈ. રેલવે દ્વારા દર કલાકે 1,500 જેટલી જનરલ ટિકિટ વેચાઈ રહી હતી, સ્ટેશન પર ભીડ વધી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ. પ્લેટફોર્મ નંબર ૧૪ અને પ્લેટફોર્મ નંબર ૧૬ પાસે એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અંધાધૂંધી અને ભાગદોડને કારણે લોકોના મૃત્યુ અને ઇજાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. એલજીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે મુખ્ય સચિવ અને દિલ્હી પોલીસ કમિશનરને પરિસ્થિતિનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, હું આ ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈ કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: 122 કરોડની છેતરપિંડીમાં આરોપી પૂર્વ મેનેજરની ધરપકડ