ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

Pushpa 2ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં અલ્લુ અર્જુનને જોઈને બેકાબૂ બની ભીડ, 1 મહિલાનું મૃત્યુ

  • થિયેટરોની બહાર ઉત્સવનો માહોલ, ઈન્ટરનેટ પર ફિલ્મ વિશે જ ચર્ચા થઈ રહી છે

હૈદરાબાદ, 5 ડિસેમ્બર: પાવર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં હાહાકાર મચાવી રહી છે. લગભગ 3 વર્ષ પછી પરત ફરેલી ‘પુષ્પા’ માટે ચાહકોનો ક્રેઝ ઘણો વધારે છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  જ્યાં અલ્લુ અર્જુનને જોવા માટે આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.

 

પુષ્પા 2ના સ્ક્રીનીંગ સમયે દુર્ઘટના

હકીકતમાં, બુધવારે રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નો પ્રીમિયર શો યોજાયો હતો. ક્રેઝી ચાહકો એ જ્યારે સાંભળ્યું કે, અલ્લુ અર્જુન પણ સ્ક્રિનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે ત્યારે ભીડ બેકાબૂ બની ગઈ. લોકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઉમટી પડ્યા કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. દિલસુખનગરમાં રહેતા રેવતીબેન તેમના પતિ અને બે બાળકો શ્રી તેજ અને સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવ્યા હતા, પરંતુ લોકો થિયેટરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં રેવતી અને તેમનો પુત્ર બેભાન થઈ ગયો. 9 વર્ષનું બાળક બેકાબૂ ભીડમાં દટાઈ ગયું. પોલીસે તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પુત્રની હાલત હજુ પણ નાજુક છે. તેમને બેગમપેટની KIMS હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

 

અલ્લુ અર્જુને શું કહ્યું?

આ નાસભાગ વચ્ચે સુપરસ્ટાર અલ્લુ અર્જુનને એક ઇન્ટરવ્યૂમાં સ્ક્રીનિંગમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું. જેના જવાબમાં, અભિનેતાએ કહ્યું કે, તે તેના ચાહકોને ખૂબ પ્રેમ કરે છે. ફિલ્મ પુષ્પા 2 વિશે વાત કરવામાં આવે તો, ચાહકોએ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ફિલ્મના મિડનાઈટ શોની મજા માણી હતી. ચાહકો ફિલ્મના સીનને સિનેમાઘરોની અંદરથી સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને સાડી પહેરીને મન મોહી લે તેવો ડાન્સ કર્યો છે. ક્રિટિક્સે ફિલ્મને જોરદાર રિસ્પોન્સ આપ્યો છે. ચાહકોને વિશ્વાસ છે કે અલ્લુ અર્જુનની આ ફિલ્મ બમ્પર કમાણી કરશે.

આ પણ જૂઓ: ‘મોહબ્બતેં’સમયે પૈસાની તંગી છતા બિગ બીએ લીઘી હતી માત્ર એક રુપિયો ફી

Back to top button