ફ્રીમાં ટોલ પ્લાઝા કરો પાર! આ નિયમ અનુસાર એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં
HD News Desk (અમદાવાદ), 23 એપ્રિલ: જો તમે પણ કાર ચલાવો છો તો તમને ફાસ્ટેગ વિશે ચોક્કસ ખબર હશે. જો કે, ઘણા લોકો માત્ર એટલું જ જાણે છે કે ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે અને તેનાથી ટોલ ટેક્સ ઓછો થાય છે. લોકોને આ સાથે જોડાયેલા નિયમો વિશે ખબર નથી. આજે અમે તમને ફાસ્ટેગ અને ટોલ બૂથ સાથે જોડાયેલા આવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે ટોલ પ્લાઝા પરથી પૈસા આપ્યા વગર પસાર થઈ શકો છો. એટલે કે તમારે એક પૈસો પણ ચૂકવવો પડશે નહીં અને તમારી સામે કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.
10 સેકન્ડના નિયમ વિશે જાણો માહિતી
વર્ષ 2021માં NHAI દ્વારા એક માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શું હોવો જોઈએ. આ નિયમ હેઠળ, જો કોઈ કાર ટોલ પ્લાઝા પર કતારમાં 10 સેકન્ડથી વધુ રાહ જુએ છે, તો તેને ટોલ ટેક્સ ચૂકવ્યા વિના પસાર થવાની મંજૂરી આપવી પડશે. આ નિયમ વિશે બહુ ઓછા લોકો જાણે છે.
વેઇટિંગ લાઇન 100 મીટરથી વધુ ન હોવી જોઈએ
આ માર્ગદર્શિકા અનુસાર ટોલ કર્મચારીઓને પણ કહેવામાં આવ્યું છે કે, વેઇટિંગ લાઇન 100 મીટરથી વધુ ન હોવી જોઈએ. એટલે કે જો લાઇન 100 મીટરથી વધુ હોય તો ટોલ ટેક્સ વસૂલ કરી શકાતો નથી. એટલા માટે 100 મીટર પર પીળી પટ્ટી બનાવવામાં આવે છે. તમારે આ નિયમો પણ જાણવું જોઈએ. ઘણીવાર લોકો Fastag હોવા છતાં ટોલ પર લાંબા સમય સુધી રાહ જુએ છે અને પછી ટોલ ચૂકવ્યા પછી નીકળી જાય છે.
ફરિયાદ કરી શકાય છે
હવે જો તમારી સાથે પણ આવું થાય તો તમે NHAIના આ નિયમ વિશે તરત જ જાણ કરી શકો છો. જો કોઈ ટોલ કર્મચારી તમારી સાથે ગેરવર્તન કરે છે અથવા તમને પસાર થવા દેતો નથી, તો તમે ટોલ ફ્રી નંબર 1033 પર તેની ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદ બાદ આરોપી ટોલ કર્મચારીઓ અને પ્લાઝાના કામકાજ પર દેખરેખ રાખનારા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.ટ
આ પણ વાંચો: ટોલ પ્લાઝા પર FASTagથી મળશે મુક્તિ, નવી સેટેલાઇટ સિસ્ટમથી વસૂલાશે ટોલ